માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી ૨૬૪ બોટલ દારૂ ભરેલી કાર સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો
મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ
SHARE









મોરબીમાં શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરાઇ
સમસ્ત દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ - બહેનોને આદિ જગતગુરુ શંકરાચાર્ય જયંતિની ઉજવણી કરતાં હોય છે ત્યારે મોરબી દશનામ સમાજના પ્રમુખ ગુલાબગીરી દ્વારા શંકર આશ્રમ ખાતે શંકરાચાર્ય જયંતીની ભાવભેર ઉજવણી કરેલ હતી જેમાં ભગવા ગ્રુપ મોરબીના સભ્યો તથા દશનામ સમાજના ઉપપ્રમુખ હંસગીરી બાપુએ પણ હાજરી આપેલ હતી ગુજરાત સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા તા. ૬ ને શુક્રવારના રોજ સત્ય સનાતન ધર્મના સ્થાપક આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજની ૧૨૩૪ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે પોતાના ઘરે આંગણામાં રંગોળી પુરી બારણે આસોપાલવનું તોરણ બાંધી આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું અને પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો
