મોરબીના શનાળા રોડે આવેલ સિંચાઈ વિભાગની કચેરી અંગે આરટીઆઈ કરી માહિતી મંગાઈ
SHARE









મોરબીના શનાળા રોડે આવેલ સિંચાઈ વિભાગની કચેરી અંગે આરટીઆઈ કરી માહિતી મંગાઈ
મોરબીના શનાળા રોડ પર સિંચાઈ પેટા વિભાગની કચેરી આવેલ છે તે જમીન અંગેની માહિતી હાલમાં આરટીઆઈ કરીને માંગવામાં આવી છે અને મોરબીમાં રહેતા કોંગ્રેસના આગેવાનએ આરટીઆઈ મારફત અરજી કરીને માહિતી માંગતા હાલમાં આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે
મોરબીમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને આરટીઆઈ મારફત અરજી કરીને મોરબીના શનાળા રોડ પર સિંચાઈ પેટા વિભાગની કચેરી આવેલ છે તે જમીન અંગેની માહિતી માંગી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ કચેરી માટે જમીન સંપાદન કરેલ હોય તેના ખરી નકલ, ભાડા પેટે લીધેલ હોય તેની માહિતી, ખાતેદારની જમીન સંપાદિત કરી હોય તે ખાતેદારને ચુકવણી કરવામાં આવી હોય તેના આધાર, પત્ર વ્યવહારની નકલ, કચેરીએ ખાતેદાર પાસે જમીનનો કબજો સંભાળ્યો તેના ચાર્જ લેનારની સહી સિક્કાવાળા કાગળની ખરી નકલ, મૂળ ખાતેદારના નામે કમી કરી કચેરીના નામે તબદીલ કરવા માટે મામલતદાર/તલાટી મંત્રીને જે પત્ર વ્યવહાર કર્યો તેના કાગળો આપવા, સંપાદિત થયેલ જમીન નામે થઇ ગયેલ હોય તેના કાગળો, લેન્ડ રેકર્ડ તલાટી મંત્રી કે રેવન્યુ શાખાના પ્રતિનિધિ દ્વારા કચેરી માટે જમીન સોપણી કરેલ હોય તેનું પંચ રોજકામ, માપણી શીટ, હાલની સ્થિતિ મુજબ જમીનનો કબજો કોની પાસે છે તે સહિતની માહિતી માંગવામાં આવી છે જેથી આ મુદો હાલમાં મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે
