હળવદ સરા ચોકડીએ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસકર્મીનો કાંઠલો પકડીને બે શખ્સે ગાળો ભાંડી
SHARE









હળવદ સરા ચોકડીએ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસકર્મીનો કાંઠલો પકડીને બે શખ્સે ગાળો ભાંડી
હળવદ સરા ચોકડી પાસે રાત્રી દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલ કારને રોકી હતી ત્યારે કારના ચાલકે પોલીસ કર્મચારીનો કાઠલો પકડીને ગાળો ભાંડી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ડ્રાઈવર દ્વારા બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરોપી પોલીસની હાથવેંતમાં જ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ છગનભાઈ ચાવડાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપસિંહ મહાવીરસિંહ ઝાલા રહે હાલ આદિપુર મંગલેશ્વર સોસાયટી મૂળ ઢવાણા તેમજ શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે. ઢવાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, રવિવારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં હળવદની સરા ચોકડી પાસે પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીની કાર ત્યાંથી નીકળી હતી જેને ત્યાં રોકીને ચેક કરવામાં આવતી હતી ત્યારે આરોપીએ ફરિયાદી વિનોદભાઈ છગનભાઈ ચાવડાનો કાંઠલો પકડીને તેને ગાળો આપી હતી. જેથી ભોગ બનેલા પોલીસ ડ્રાઈવર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી જયદીપસિંહ મહાવીરસિંહ ઝાલા અને શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે
