મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ


SHARE









મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ

મોરબીના નાની વાવડી ગામે શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર ખાતે ત્રણ દિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામદેવજી મહારાજ, કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ અને ભક્ત હરજીભાટી તથા ડાલીબાઈ તેમજ ઘોડો અને ઈંડું, ધજા, સ્થંભ અને ટોકરાનો જીર્ણોધ્ધાર કરવામાં આવશે આ કાર્યક્ર્મ આજે તા ૯ થી શરૂ થયો છે અને તા ૧૧ સુધી ચાલશે

આજથી શરૂ થતાં યજ્ઞમાં આચાર્ય પદે નવા કટારીયાના મહંત ભાનુપ્રસાદ બાપુ હાજર રહેશે અને તેઓ યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરાવશે આજે તા. ૯ ને સોમવારે સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, શ્રવણ, જલયાત્રા, તા. ૧૦ ને મંગળવારે આવાહિત દેવતાનું પૂજન, કુટીર કર્મ, શ્રી રામદેવજી મહારાજની રાજોપચાર પૂજા અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલ છે અને તા. ૧૧ ને બુધવારે મંદિરનું પ્રસાદ, વાસ્તુ પૂજન, શિખર કળશ અભિષેક, પ્રતિષ્ઠા હોમ અને શ્રીફળ હોમ આરતી અને સાંજે ૬ કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે તેવું શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે




Latest News