મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ
મોરબીના ગ્રામ્ય પંથકમાં માનસિક અસ્થિર સગીરાના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને પિતા-પુત્રએ આચર્યું વારંવાર દુષ્કર્મ
SHARE









મોરબીના ગ્રામ્ય પંથકમાં માનસિક અસ્થિર સગીરાના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને પિતા-પુત્રએ આચર્યું વારંવાર દુષ્કર્મ
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલા એક સિરામીક યુનીટમાં રહેતા ભોગ બનેલ પરિવારની સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તેની સાથે બળજબરીપૂર્વક જાતીય પ્રવેશ હુમલો કરીને તેણીની માતા સહિતના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને અવાર-નવાર પિતા-પુત્ર એવા બે નરાધમો દ્વારા દૂષ્કર્મ આચર્યું હતું આ બાબતની જાણ થતા હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની માનસિક અસ્થિર દીકરીને કારખાનામાં જ સાથે મજૂરી કામ કરતા અને લેબર કવાટરમાં સાથે રહેતા બે નરાધમોએ અવારનવાર બળજબરીપૂર્વક જાતીય પ્રવેશ હુમલો કરીને વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ તેમજ સગીરાની માતા અને પરિવારના અન્ય સભ્યને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની જાણ થતાં હાલમાં ભોગ બનેલી સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મોરબી નજીકના સિરામિક યુનિટમાં મજુરી કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના કાબરણ ગામના રહેવાસી કમલેશ કરશન વાઘેલા અને સુનીલ કમલેશ વાઘેલા નામના પિતા-પુત્ર વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ આક્ષેપીત પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.જેની તપાસ હાલમાં તાલુકા પીઆઈ વી.એલ.પટેલ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના રાયધ્રા ગામના રહેવાસી વાલજીભાઈ ભાવુભાઈ જાકાસણીયા બાઈકના પાછળના ભાગે બેસીને સમલીથી આંદરણા તરફ જતા હતા ત્યારે કાચા રસ્તે તેઓ બાઇકની પાછળ બેઠા હતા તે દરમિયાન તેમનો પગ બાઈકમાં ફસાઈ જતા ઇજાઓ થવાથી વાલજીભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રામજી મંદિર નજીક રહેતો હર્ષીકેશ હરેશભાઈ વડગાસીયા નામનો ૧૧ વર્ષનો બાળક ગામમાં આવેલ મંદિર પાસે સાઈકલ ચલાવતો હતો તે દરમિયાન પડી જતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા વર્ષાબેન ભરતભાઈ ચૌહાણ (૨૪) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવાયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતિ ઘર પાસે અન્ય મિત્રોને ભેગા કરીને બેઠેલા હોય તેઓને આમ કરવાની ના પાડતા બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝપાઝપી થતાં પડી જવાથી વર્ષાબેનને ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.
