સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં મોરબીની નવયુગ મહિલાનો ડંકો
ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સ્કુટર સવાર યુવાનનું મોત
SHARE









ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સ્કુટર સવાર યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ પાસે નવા બનેલા પુલના છેડા પાસેથી સ્કુટર લઇને પસાર થતા યુવાનના સ્કુટરને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.જેથી કરીને મૃતક યુવાનના પિતાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અકસ્માતના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારામાં મોમીનવાસમાં રહેતા અને ઇમીટેશનનો ધંધો કરતા હાજીભાઇ અમીભાઈ ચૌધરી જાતે મોમીન (ઉંમર ૪૦) નો દીકરો વસીમ હાજીભાઈ ચૌધરી (ઉંમર ૧૭) પોતાનું એકસેસ સ્કુટર નંબર જીજે ૩૬ એમ ૨૦૮૯ લઈને ટંકારા પાસે નવા બનેલા પુના છેડા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઇ અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને વસીમને માથામાં અને શરીરના ભાગે જીવલેણ ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન વસીમનું મોત નીપજયું હતું.જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતા હાજીભાઇ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા ટંકારા તાલુકા પોલીસ મથકના એમ.પી.ચાવડાએ ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકને ઝડપી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના શારદાનગર (વનાળીયા) ગામે રહેતો ચેતન પ્રભુભાઈ કુનપીયા નામનો ૩૩ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે બીટ વિસ્તારના મહિલા જમાદાર એન.જે.ખડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના પ્રકાશ રમેશભાઈ મકવાણા નામના ૨૨ વર્ષીય યુવાનને મોરબીના નગર દરવાજા ચોક વિસ્તારમાં મારામારીમાં ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
