મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે હડધુત કરીને મારી નાંખવાની ધમકી આપનાર પકડાયો
મોરબીમાં માતાને મારી નાંખવાની ધમકી આપી સગીરાનો દેહ અભડાવનાર પિતા-પુત્ર પૈકી પુત્ર ઝડયાયો
SHARE









મોરબીમાં માતાને મારી નાંખવાની ધમકી આપી સગીરાનો દેહ અભડાવનાર પિતા-પુત્ર પૈકી પુત્ર ઝડયાયો
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલા એક સિરામીક યુનીટમાં રહેતા ભોગ બનેલ પરિવારની સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તેની સાથે બળજબરીપૂર્વક જાતીય પ્રવેશ હુમલો કરીને તેણીની માતા સહિતના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને અવારનવાર પિતા-પુત્ર એવા બે નરાધમો દ્વારા દૂષ્કર્મ આચરવામાં આવ્યુ હતું.જેની જાણ થતા ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરીયાદ બાદ તાલુકા પોલીસે આરોપી પિતા-પુત્ર પૈકી પુત્રને ઝડપી પાડ્યો છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની માનસિક અસ્થિર દીકરીને લેબર કવાટરમાં રહેતા બે નરાધમોએ અવારનવાર બળજબરીપૂર્વક જાતીય પ્રવેશ હુમલો કરીને વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.તેમજ સગીરાની માતા અને પરિવારના અન્ય સભ્યને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વારંવાર સગીરાનો દેહ અભડાવ્યો હતો જેની જાણ થતાં ભોગ બનેલ સગીરાની માતાએ તાલુકા પોલીસ મથક ખાતે મોરબી નજીકના સિરામિક યુનિટમાં મજુરી કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના કાબરણ ગામના રહેવાસી કમલેશ કરશન વાઘેલા અને સુનીલ કમલેશ વાઘેલા નામના પિતા-પુત્ર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ દ્રારા ગઇકાલે ઉપરોક્ત ગુનામાં સુનિલ કમલેશ વાઘેલા (ઉમર ૨૦) હાલ રહે. જાંબુડીયા તા.મોરબી મૂળ રહે.કાબરણ (રહેમીયા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરની ધરપકડ કરેલ છે અને કમલેશ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ કોસીના સિરામિક નામના યુનિટમાં ઊંચાઈએથી નીચે પટકાયેલા કૈલાષભાઈ શંકરીયાભાઈ જામરા નામના મજુર યુવાનને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. હાલ બનાવને પગલે બીટ વિસ્તારમાં જમાદાર મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.
