સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે હડધુત કરીને મારી નાંખવાની ધમકી આપનાર પકડાયો


SHARE

















મોરબીના પ્રેમજીનગરના યુવાનને જાતિપ્રત્યે હડધુત કરીને મારી નાંખવાની ધમકી આપનાર પકડાયો

મોરબીના પ્રેમજીનગર ગામે ભીમરાવનગરના સ્મશાનની જગ્યા બાબતે અગાઉ થયેલી બોલચાલીનો ખાર રાખીને ભીમરાવનગર જવાના રસ્તે યુવાનને જાતિપ્રત્યે હડધુત કરીને માથામાં કડુ મારીને ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગે ભોગ બનેલ યુવાને નોંધાવેલી ફરિયાદમાં પોલીસ એટ્રોસીટી સહિતની કલમ હેઠળ હુમલો કરનાર ઇસમની ધરપકડ કરેલ છે.

 જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે આવેલ ભીમરાવનગરમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કનુભાઇ મોહનભાઇ ચાવડા (૪૩) એ રાજાભાઇ રતાભાઇ ગમારા રહે.પ્રેમજીનગર(મોરબી) ની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપીના ભાઇ રામભાઇ રતાભાઇ ગમારા સાથે ભીમરાવનગરના સ્મશાનની જગ્યા બાબતે છ મહીના પહેલા બોલાચાલી થયેલ જેનો ખાર રાખીને આરોપીએ ફરીયાદીને જાહેર જગ્યામાં લોકોની હાજરીમાં જાતિપ્રત્યે હડધુત કરીને માથામાં કડુ મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે કલમ ૩૨૩, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) હેઠળ ડીવાયએસપી પઠાણ દ્વારા યુવાન પર હુમલો કરનાર રાજાભાઇ રતાભાઇ ગમારા જાતે ભરવાડ (ઉમર ૪૫) રહે. પ્રેમજીનગર (મકનસર) તાલુકો જીલ્લો મોરબીની ઉપરોકત ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો કિસન વસરામભાઇ ચનિયારા નામનો ૨૬ વર્ષીય યુવાન ગત રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે માળિયા મિંયાણાના જુના ઘાંટીલા ગામે રહેતા મંજુબેન વશરામભાઈ ગઢીયા ગામના ૬૭ વર્ષીય આધેડ મહિલા વાડીએથી બાઈકમાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા પગના ભાગે ઇજાઓ થવાથી મંજુબેનને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.




Latest News