સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીનામાં૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ કરનાર આરોપીએ નવ ચીલઝડપ કરી હોવાની આપી કબૂલાત


SHARE

















મોરબીનામાં ૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ કરનાર આરોપીએ નવ ચીલઝડપ કરી હોવાની આપી કબૂલાત

મોરબીના નજીકના વીરપર ગામે લગ્ન પ્રસંગ પૂરો કરીને શનાળા ગામે રહેતા જેઠાના ઘરે જવા માટે મહિલા તેની ભાભી સાથે થોડી દિવસો પહેલા જતી હતી ત્યારે અજાણ્યો યુવાન તેની પાસે બાઇક લઈને આવ્યો હતો અને મહિલાએ ગળામાં પહેલા સોનાના દાગીનાની ચીલઝડપ કરીને નવ તોલાના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં એલસીબીની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરીને રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવે છે અને આ આરોપીએ નવ સ્થળે ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત આપેલ છે જેથી પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મકનસર (ગોકુલનગર) સ્વામીનારાયણ મંદીરની પાછળ રહેતા ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા જાતે રબારી (ઉ.૩૩)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને એક અજાણ્યો આસરે ૨૫ વર્ષનો યુવાન કે જેને કોફી કલરનો શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ હતું અને ગળામાં કપડાની લુંગી રાખી હતી તેની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, મોરબી શકત શાનાળા માતાજીના મંદિર પાછળની શેરીમાંથી જતાં હતા ત્યારે ત્યાં આવેલ આ અજાણ્યા શખ્સે આવીને ફરિયાદી મહિલાએ ગળામાં પહેરેલ સોનાના દાગીના પૈકી પયહાર તથા પાટી પારો મળી આશરે નવ તોલાના દાગીના જેની કિંમત ૨,૭૦,૦૦૦ ગળામાંથી ઝુંટવીને ગળાના ભાગે મુંઢ ઇજા કરીને પછાળી દઇ હાથમાં પણ મુંઢ ઇજા કરી હતી ચીલઝડપ કરીને આરોપી નાશી ગયો છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૩૭૯ (ક)(૩)(૪) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા તેની દીકરીને સાથે લઈને મોરબી નજીક આવેલા વીરપર ગામે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાં પ્રસંગ પૂરો કરીને તે પોતાના ભાભી અને દીકરી સાથે શનાળા ગામે રહેતા તેના જેઠાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે ત્યાં આવીને ચીલઝડપ કરીને ચોરીની આ ઘટનાને અંજામ આપેલ હતો.

મોરબીમાં કરવામાં આવેલ આ ચીલ ઝડપના બનાવનો ભેદ ઉકેલવા માટે થઈને સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા કવાયત કરવામાં આવી હતી તેવામાં એલસીબીની ટીમ ના ચંદુભાઈ કલોતરા, નિરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા અને વિક્રમભાઈ કુગસીયાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે આ ગુનાના કામે જીજે ૩ એમસી ૧૦૭૦ નંબરનું બાઈક વપરાયેલ છે જેથી કરીને પોકેટકોપ એપ મારફતે તે સર્ચ કરવામાં આવતા બાઈક વિક્રમભાઈ વલ્લભભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૮) રહે ભાડલા તાલુકો જસદણ વાળાનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની પૂછપરછ કરતાં તે શાકભાજીનો ધંધો કરતો હોય અને હાલમાં લોઠડા ગામે રહેતો હોવાનું સામે આવ્યું હતું અને જોકે, યુક્તિ-પ્રયુક્તિ જ્યારે પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જેથી પોલીસે તેની પાસેથી ચિલઝડપ કરીને મેળવેલ દાગીનાનો તમામ મુદ્દામાલ તેમજ આ ગુનાને અંજામ આપવા માટે વપરાયેલ બાઈક આમ કુલ મળીને ૨.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનામાં વિક્રમ વલ્લભભાઈ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં પોલીસે એવું પણ જણાવ્યું છે કે આ આરોપીએ અગાઉ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં પગપાળા ચાલીને જતી એકલદોકલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચીલઝડપ કરી છે જેમાં ભાડલા, સુદામડા, જસદણ, મોઢુકા, રોજમાળ, લીંબડી, બોટાદ, વાંકાનેર થાન રોડ અને વાંકાનેર હળવદ રોડ ઉપર ચીલ ઝડપ કરી હોવાની કબૂલાત આપેલ છે જેથી કરીને પોલીસે આ રીઢા ગુનેગારને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે અને હજુ પણ કેટલીક ચીલ ઝડપ કે પછી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા દેખાઈ રહી છે.




Latest News