મોરબીનામાં૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ કરનાર આરોપીએ નવ ચીલઝડપ કરી હોવાની આપી કબૂલાત
માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત
SHARE









માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત
માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો અને હોદ્દેદારોએ માળીયા તાલુકાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત કરેલ હતી અને મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચન કરેલ હતી અને પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવશે તેવી ખાતરી આપેલ હતી. આ મુલાકાત મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, તાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ-મનીષભાઈ કાંજીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયા, માળીયા તાલુકા આગેવાન આર.કે.પારજીયા, નિલેષભાઈ સંઘાણી(તાલુકા કિસાન મોરચા પ્રમુખ),દેવાભાઈ ડાંગર(જીલ્લા કિસાન મોરચો),ધર્મેશ કાલરીયા, આશિષ દશાડીયા(એડવોકેટ) ગાંધીનગર હાજર રહેલ હતા અને ત્યારે માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાથી અલગ વિશાલનગર ગ્રામપંચાયતની મંજુરી આપવામાં આવી છે જેથી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને અલગ નવી ગ્રામપંચાયત બનાવથી લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેવી હોદેદારોએ લાગણી વ્યક્ત કરી હતી.
