મોરબીના રાપર ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી જતાં વાહન નીચે દબાઈ જવાથી યુવાનનું મોત
મોરબીની અવની ચોકડી પાસેથી બે બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો
SHARE









મોરબીની અવની ચોકડી પાસેથી બે બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક ઝડપાયો
મોરબીની અવની ચોકડી પાસેથી પસાર થયેલા એક્ટિવા ચાલકને રોકીને પોલીસે ચેક કરતા એકટીવામાંથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી દારૂ અને વાહન મળીને રૂા.૫૩,૧૪૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આરોપી પાસેથી મળી આવેલી દારૂની બોટલો તેણે કોની પાસેથી મેળવેલ છે..? તે દિશામાં પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણ મોરબીની અવની ચોકડી પાસેથી પસાર થતાં એકટીવા નંબર જીજે ૩૬ એએ ૯૪૦૩ ને રોકીને પોલીસે ચેક કરતાં તે એક્ટિવા ચાલક પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે રૂા.૩૧૪૦ ની કિંમતનો દારૂ અને પચાસ હજાર રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને ૫૩,૧૪૦ નો મુદ્દામાલને કબ્જે કરેલ છે અને હાલમાં દારૂની બે બોટલ સાથે મળી આવેલા શ્રવણભાઈ મનોજભાઈ પરમાર જાતે નાથબાવા (ઉંમર ૨૦) રહે. કંડલા બાયપાસ આનંદનગર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
સારવારમાં મોત
કચ્છ (ભુજ)ના અંજાર તાલુકાના સાંખેડા ગામના સુનિલ સામજીભાઈ બારૈયા નામના ૨૬ વર્ષના યુવાનને મોરબી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. હળવદની પાસે ઘંઉ ભરેલું ટ્રેઇલર પલ્ટી મારી ગયું હતુ અને તે દરમિયાન ત્યાંથી નિકળેલ ઇનોવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં ઘવાયેલા સુનિલ સામજી બારૈયાનું ટુંકી સારવાર બાદ મોત નિપજયુ હતુ. જ્યારે મોરબીના ગેસ્ટ હાઉસ રોડના ખૂણે આવેલા શક્તિચોકની પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં શહેરના સામાકાંઠે ભળીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજની પાછળ આવેલ વિદ્યાનગર સોસાયટીમાં રહેતા નિશાંત રામકિશન નામના ૧૬ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
