મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા યુવાનની ચાડધ્રા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE









હળવદમાં રહેતા યુવાનની ચાડધ્રા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદના રાણેકપર રોડ આવેલ રામવીલા બંગ્લોજ-૨ માં રહેતા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માલીકીની ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન ઉપર આરોપીઓએ વર્ષ ૨૦૧૨ થી કબ્જો કરેલ છે અને જમીન પચાવી પડી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામના રહેવાસી અને હાલ ૧૦૮ રામવીલા બંગ્લોજ-૨ રાણેકપર રોડ હળવદ ખાતે રહેતા ભગીરથદાન પરબતસંગ ટાપરીયા જાતે ગઢવી (ઉ.૩૩)એ જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવી રહે. બંને ચાડધ્રા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૨ થી આજદિન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન હે.આર.ચો.મી. ૦-૫૪-૬૩ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને રાખેલ છે અને આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે જેથી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે છ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને સંજય સાધાભાઈ સાવસેટા જાતે આહીર (ઉમર ૨૪) રહે લાલપર ગૌશાળા પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ કયાથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

૧૧૦ લિટર દેશી દારૂ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં વિન મેક્સ સીરામીક પાસે પતરાની ઓરડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૪૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા જાતે દેવીપુજક રહે. ઢુવા ગામ પાસે ઝુંપડા વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News