ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં વિદ્યાર્થીઓનો ડંકો: શિક્ષણમંત્રી કરશે સન્માન
મોરબીના વાવડી રોડ અને ગ્રીન ચોક વિસ્તારમાંથી યુવતીઓ ગુમ
SHARE









મોરબીના વાવડી રોડ અને ગ્રીન ચોક વિસ્તારમાંથી યુવતીઓ ગુમ
મોડી ઉઠવા બાબતે મોટી બહેને ઠપકો દેતા યુવતી ઘર છોડીને ચાલી ગઈ હતી..! : મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો
મોરબીના બે જુદા જુદા વિસ્તારોમાંથી બે યુવતીઓ ગુમ થયા હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ શહેરના વાવડી રોડ ઉપર આવેલા કારીયા સોસાયટીમાં રહેતા કોળી પરિવારની યુવતી તેમજ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાંથી કંસારા પરિવારની યુવતી ગુમ થયેલ હોય તે અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા સંગીતાબેન પ્રદીપભાઈ સુરેલા જાતે કોળી નામના મહિલાએ પોલીસમાં જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેઓની દિકરી સપનાબેન પ્રદીપભાઈ સુરેલા (ઉંમર ૨૨) તા.૯-૫ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને ઘરમળે તપાસ કરવા છતાં પણ સપનાબેનનો પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના એમ.એમ.દેગામડીયા તપાસ ચલાવી રહ્યા છે.
જ્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી કંસારા શહેરમાં રહેતા રાજેશભાઈ પરશોતમભાઈ કંસારાએ મોરબી સીટી એ ડીવીઝનમાં જાહેરાત કરી જણાવ્યું હતું કે, તેઓની દિકરી હિરલબેન રાજેશભાઈ કંસારા (ઉંમર ૧૮) રહે.ગ્રીનચોક કંસારા શેરી મોરબી ગત તા.૯-૫ ના ઘરેથી જાંબુડીયા પાસે આવેલા સિરામિક યુનિટમાં નોકરીએ જવા માટે નીકળી હતી અને બાદમાં ગુમ થઈ હતી જેથી બનાવને પગલે નોંધ કરી એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલા હિરલબેન મોડા ઉઠ્યા હોય તેને લઈને તેમના મોટા બેનને ઠપકો આપ્યો હતો તે બાબતનું માઠું લાગી આવતા હિરલબેન બસમાં બેસીને ભુજ ગયા હતા અને ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ ગયા બાદ પાટડી બજાણા પહોંચ્યા હતા જ્યાં તેમના પિતાના મિત્ર અરવિંદભાઈ મળી ગયા હોય તેઓ હિરલબેનને પોતાના ઘરે લઇ ગયા હતા અને અરવિંદભાઈએ હિરલબેનના પિતા રાજેશભાઈને જાણ કરતા તેઓ ત્યાંથી પોતાની દીકરી હિરલબેનને હાલ ઘેર લઈ આવ્યા છે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ (બેલા) ગામે મંદિર પાસે મોડી રાતના થયેલ મારામારીમાં ગિરધરભાઈ દામજીભાઈ બોડા નામના પચાસ વર્ષીય આધેડને ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાંથી બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાગરાએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી તાલુકાના ઉટબેટ(સામપર) ગામના કરસનભાઈ કાનાભાઈ પરમાર નામના ૮૦ વર્ષીય વૃદ્ધ ગામ પાસેથી પગપાળા જતા હતા ત્યાં કોઈ અજાણ્યા ગાડી ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત કરસનભાઈ પરમારને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
