મોરબીના રેલ્વે સ્ટેશન સામેથી ૩૭૨ બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા : એકની શોધખોળ
SHARE









મોરબીના રેલ્વે સ્ટેશન સામેથી ૩૭૨ બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા : એકની શોધખોળ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે તેઓએ મોરબીના રેલ્વે સ્ટેશન સામે આવેલી ન્યુ રેલ્વે કોલોની નજીક રેડ કરી હતી જ્યાં નંબર પ્લેટ વગરની રીત્ઝ કારની તલાસી દરમિયાન કારમાંથી ૩૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂા.૧.૫૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂપિયા બે લાખની કાર મળી એમ કુલ મળીને રૂા.૩.૫૮ લાખના મુદ્દામાલ સાથે હાલમાં બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને સામખીયારીના એક શખ્સનું નામ ખુલતી તેની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા..? અને કયાં પહોંચાડવાના હતા..? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફના આશીફભાઈ રાઉમા અને ચકુભાઈ કલોત્રાને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફે શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલી ન્યુ રેલ્વે કોલોની નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની નંબર પ્લેટ વગરની રીત્ઝ કાર મળી આવતાં તેને તલાશી લેવામાં આવી હતી ત્યારે કારમાંથી ૩૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને રૂા.૧,૫૮,૬૪૦ ની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂપિયા બે લાખની કિંમતની નંબર પ્લેટ વગરની સફેદ કલરની રીત્ઝ કાર એમ કુલ મળીને રૂા.૩,૫૮,૬૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે હાલ સ્થળ પરથી પોલીસે આકીબ હુસૈન મીર (ઉમર ૨૧) રહે.વજેપર શેરી નંબર-૧૧ મોરબી અને ભુપેન્દ્ર જયસુખ વાઘેલા (ઉમર ૨૦) રહે.મોમાઈ ડેરી પાસે કાલીકા પ્લોટ મોરબીને પકડી પાડયા હતા અને દરમિયાનમાં તેઓ પાસેથી સામખયારીના ફારૂક જામનું નામ ખુલ્યુ હોય હાલ એ દિશામાં પોલીસે આગળની તપાસ આદરી છે.દારૂનો આ જથ્થો તેઓ કયાંથી લાવ્યા હતા..? અને કોને પહોંચાડવાના હતા..? એ દિશામાં એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
પડધરી પાસેના ખાખરાબેલા ગામના રહેવાસી ઋતુરાજસિંહ દિપકસિંહ જાડેજા નામનો ૧૯ વર્ષીય યુવાન પોતાના ગામથી પડધરી તરફ બાઈક લઈને જતો હતો ત્યારે કનકાઈ નામના કારખાનાની પાસે તેના બાઈકનું જમ્પર ચોંટી જતા બાઈક પલ્ટી મરી ગયુ હતુ અને ઇજાઓ થવાથી ઋતુરાજસિંહ જાડેજાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના મોરથળા ગામના ભાવિન દિનેશભાઈ દેગામા નામના ૧૭ વર્ષીય યુવાનને બાઈક અને ટ્રક વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચી હોય તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડીવીજન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરીવે બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
બાળક-વૃદ્ધ સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતો મોહીનૂર ઈમરાનભાઈ બ્લોચ સાયકલમાં જતો હતો ત્યારે તે પડી જતા તેને હાથના ભાગે ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ગોરધનભાઈ સોનગ્રા નામના ૭૫ વર્ષીય વૃદ્ધ ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે શહેરના જૂના બસ સ્ટેશન પાસે તેઓ સાયકલ સહિત નિચે પડી જતા ડાબા પગના ભાગે ઇજાઓ થવાથી તેઓને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
