મોરબીના રેલ્વે સ્ટેશન સામેથી ૩૭૨ બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા : એકની શોધખોળ
મોરબીથી કચ્છમાં માટી ભરવા જતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબીથી કચ્છમાં માટી ભરવા જતા સર્જાયેલ વાહન અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા રાજેન્દ્રસિંહ મોરબીથી ગાંગોદર માટી ભરવા માટે ટ્રક લઈને જતા હતા ત્યારે રસ્તામાં સુરજબારી સામખીયારી રોડ ઉપર શિકારપુર નજીક આવેલ સહયોગ હોટલની પાસે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેમના ટ્રકનો વાહન અકસ્માતનો બનાવ થોડા દિવસ પહેલા સર્જાયો હતો.જેમાં ઇજાઓ થવાથી રાજેન્દ્રસિંહ જગદીશસિંહ સિંગ (ઉમર ૫૯) રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ ને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સામખિયાળી નજીક બન્યો હોય ત્યાંની પોલીસને જાણ કરી હતી.જોકે સારવારમાં રહેલા રાજેન્દ્રસિંહ જગદીશસિંહનું સારવાર દરમિયાન અહિંની આયુષ હોસ્પીટલ ખાતે મોત નિપજતા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં પોલીસે તે અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાવડી રોડ પર રહેતા ભાનુશંકરભાઈ ગણપતભાઇ રાવલ નામના ૬૩ વર્ષીય વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર નજીક રહેતા અમરશીભાઈ ભીમાભાઇ બામણીયા નામના ૫૧ વર્ષીય આધેડ વાંકાનેરના કોઠી ગામે જતા હતા ત્યારે રસ્તામાં વઘાસીયા ટોલનાકા નજીક તેઓના બાઇકને અકસ્માત સર્જાતા અમરશીભાઈ બામણીયાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્ક વિસ્તારમાં રહેતા ઉર્વશીબેન મનીષભાઈ ઘનશ્યામભાઈ સુરેલીયા નામના ૩૮ વર્ષીય મહિલા કોઈ કારણોસર વધુ પડતી ઉંઘની દવા પી જતાં તેઓને અસર થતા અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
