મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ગંભીર ગુનાના આરોપીઓના ચહેરા સમાજમાં ખુલ્લા ન પડે તેમાં સૌથી વધુ કોને રસ ?


SHARE













મોરબીમાં ગંભીર ગુનાના આરોપીઓના ચહેરા સમાજમાં ખુલ્લા ન પડે તેમાં સૌથી વધુ કોને રસ ?

મોરબીમાં પોલીસ દ્વારા દારૂ કે જુગારના ગુનામાં પકડાયેલા આરોપીના મોટાભાગે તાત્કાલિક ફોટો સાથે મેટર આપવામાં આવેલ છે જો કે, તાજેતરમાં મોરબી જીલ્લામાં સોશ્યલ મીડિયાનો સહારો લઈને સગીરાને આભડવવાનો અને બ્લેકમેલ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો અને તે ગુનામાં આરોપીઓને દબોચી પણ લેવામાં આવ્યા હતા જો કે, આરોપીઓના ચહેરા સમાજમાં ખુલ્લા ન થાય તે માટે અનેક લગતા વળગતા લોકોએ મહેનત કરી હતી ત્યારે હાલમાં કોને સૌથી વધુ જોર લગાવ્યું હતું તને મુદો લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

સમાજ માટે શરમજનક કહી શકાય તેવી ઘટના મોરબીમાં સામે આવી હતી જેમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ઇન્સટાગ્રામમાં ફેક આઈડી બનાવીને સગીરાનો સંપર્ક કર્યો હતો અને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આટલું જ નહિ નરાધમોએ તેના આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી લીધા હતા અને તેના આધારે સગીરાને બ્લેકમેલ કરીને આરોપીઓએ તેના મિત્રો સાથે પણ મીત્રતા રાખવા માટે મજબૂર કરી હતી અને ફોટો તેમજ વિડીયોના આધારે સગીરા પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા..! આ ગુનામાં મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ પૂરા થતાં તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.અહીં સુધીની કામગીરી પ્રસંસનીય છે.

જો કે, ગંભીર કહીઓ શકાય તેવા ગુનામાં પકડાયેલા આરોપીઓના કે જેના ચહેરા સમાચારના માધ્યમથી સમાજની સામે ખુલ્લા પડે તે જરૂરી છે તે ફોટો ખુલ્લા ન પડે તે માટે આરોપીઓને છાવરવા માટે અનેક લોકોએ મહેનત કરી હતી અને તે લોકોના જોરના લીધે પોલીસે કે જે જુગારી કે પછી દારૂડિયાને પકડે તો પણ તેના ફોટો પાડીને સમાચાર માટે આપતી હોય  છે અને ઘણી વખત પત્રકાર પરિષદ યોજીને આરોપીઓના વિડીયો તેમજ અધિકારીને બાઇટ પણ ગુના સંદર્ભે આપવામાં આવતી હોય છે જો કે, આ નારાધમોના ફોટો કે વિડીયો પોલીસ દ્વારા આપવામાં આવ્યા નથી..! કેમ તે ઉચ્ચ કક્ષાએથી તપાસનો વિષય છે..?  અને આટલું જ નહિ વારંવાર કહેવા છતાં પણ આરોપીઓ જેલ હવાલે થઈ ગયા ત્યાં સુધી આરોપીના ફોટા કે પછી વિડીયો કેમ પત્રકારોને આપવામાં ન આવ્યા તેની તપાસ કરવામાં આવે તો કોણે આરોપીને સલામત રીતે જેલ સુધી પહોચી જાય તે માટે સૌથી વધુ જોર લગાવ્યું હતું તેની હક્કિત સામે આવે તેવી શક્યતા છે

વધુમાં મોરબીના લોકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, જે લોકો દ્વારા આરોપીઓના ચહેરા સમાજમાં ખુલ્લા ન પડે તેના માટે જે લોકોએ ભલામણ કરેલ છે તેના પરિવારની બહેન કે દીકરી સાથે જો આવી કોઈ ઘટના બની હોય તો ત્યારે પણ તે લોકો આવી જ રીતે ગુનામાં સંડોવાયેલા આરોપીના ચહેરા સમાજમાં ખુલ્લા ન પડે તે માટેની ભલામણ કરશે કે પછી ત્યારે આરોપી સમાજમાં ખુલ્લા પડે તે માટે કામ કરશે તે સો મણનો સવાલ છે અને જો દારૂ અને જુગારના ગુનામાં પડાયેલા આરોપી ગુનેગાર છે તો આવા ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી પણ ગુનેગાર છે તો પછી કેમ તેના ફોટો કે વિડીયો આપવામાં આવેલ નથી અને કલંકરૂપ ઘટનામાં નરાધમોને છાવરવામાં સૌથી વધુ કોને રસ હતો ? તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તે અનિવાર્ય છે નહીં તો આગામી દિવસોમાં આથી પણ વધુ ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી માટે જો કોઇની ભલામણ આવશે તો તે આરોપીનો ચહેરો પણ સમાજમાં ખુલ્લો ન પડે તે માટે તેને છાવરવામાં પોલીસ કોઈ કચાશ રાખશે નહિ તે હકકીત છે.






Latest News