મોરબીમાં ગંભીર ગુનાના આરોપીઓના ચહેરા સમાજમાં ખુલ્લા ન પડે તેમાં સૌથી વધુ કોને રસ ?
મોરબીના સામાકાઠે ત્રણ શોપિંગ સેન્ટરમાં એકાદ ડઝન ઓફિસોના એસીના પાઇપની ચોરી !
SHARE









મોરબીના સામાકાઠે ત્રણ શોપિંગ સેન્ટરમાં એકાદ ડઝન ઓફિસોના એસીના પાઇપની ચોરી !
મોરબીના સામાકાંઠા ત્રાજપર વિસ્તારમાં આવેલ વિશાલ ફર્નિચર પાસેના ૩ શોપિંગ સેન્ટરમાં આવેલ ૧૦થી ૧૨ જેટલી ઓફિસના એસસીના પાઇપની ચોરી કરવામાં આવી છે અને થોડા દિવસો પહેલા શક્તિ ચેમ્બરમાંથી પણ પાંચ સાત ઓફિસના એસીના પાઈપની ચોરી કરવામાં આવી હતી આ વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય થઈ હોય તેવી શક્યતા સેવાઇ રહી છે
મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ વિશાલ ફર્નિચર પાસે આવેલા કાકા ચેમ્બર, બાલાજી ચેમ્બર અને બાપા કે પ્લાઝા ચેમ્બર નામના ત્રણ શોપિંગમાં આવેલી ૧૦થી ૧૨ જેટલી ઓફિસોના એસસીના પાઇપની ચોરી કરવામાં આવી છે જેમાં છત ઉપર લગાવવામાં આવેલા એસસીના પાઇપ જે ઓફિસ સુધી આવતા હોય છે તેને તસ્કરો કટર વડે કાપીને ચોરી કરી ગયા છે અત્રે નોંધનીય છે કે આ ચેમ્બરોની સામે આવેલ શક્તિ ચેમ્બરમાં પણ થોડા દિવસો પહેલાં પાંચ દુકાનોમાં એસસીના પાઇપની ચોરી કરવામાં આવી હતી માટે આ વિસ્તારમાં હાલ કોપરના પાઈપની ચોરી કરતી ગેંગ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે અને તેને લઈને વેપારીઓમાં ફફડાટ વધી રહ્યો છે અને આજના આ મોંઘવારીના સમયમાં આ રીતે ચોરીની ઘટનાને અંજામ આપીને વેપારીઓને નુકસાન કરવામાં આવી રહ્યું છે ત્યારે નાની-મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓને સીસીટીવી કેમેરાના આધારે પકડવામાં આવે તેવી માંગ કરી છે
