મોરબીને ભારતમાં કુખ્યાત જિલ્લાઓની યાદમાં જાણીતો થતાં વાર નહિ લાગે !: ગંભીર ગુના કરનારા ગુનેગારોને જલસા ?
SHARE









મોરબીને ભારતમાં કુખ્યાત જિલ્લાઓની યાદમાં જાણીતો થતાં વાર નહિ લાગે !: ગંભીર ગુના કરનારા ગુનેગારોને જલસા ?
મોરબી જીલ્લામાં આમ તો અહીના ઉદ્યોગના લીધે ન માત્ર ગુજરાત પરંતુ ભારત દેશ અને વિદેશમાં જાણીતો છે જ. જો કે, પોલીસની નીતિરીતિના લીધે હાલમાં આ જિલ્લો ગુજરાતમાં જાણીતો બની ગયો છે અને જો આવીને આવી નીતિ રહી તો કુખ્યાત જિલ્લાઓની યાદમાં ભારતમાં જાણીતો થતાં વાર નહિ લાગે તે હક્કિત છે કેમ કે, મોરબીમાં દારૂ કે જુગારના ગુનામાં આરોપી પકડાયા હોય તો તેના ફોટો અને વિડીયો તાત્કાલિક જાહેર કરવામાં આવે છે જો કે, ગંભીર પ્રકારના કહેવાઈ તેવા ગુનામાં પકડાયેલા આરોપીઓ સમાજમાં ખુલ્લા પડે તે જરૂરી હોય છે જો કે, મોરબીની પોલીસ ગંભીર ગુના કરનારાના આરોપીઓના ફોટો કે વિડીયો જાહેર ન કરીને ગુનેગારોને ગંભીર ગુના કરવા માટે બળ પૂરું પડી રહી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને ખોટા આધારા પુરાવા ઊભા કરીને ખોટું સોદાખત કરી આપવાના ગુનામાં પકડાયેલા પાંચ પૈકીનાં એક પણ આરોપીના ફોટો કે વિડીયો પોલીસે આપેલ નથી તો શા માટે ગંભીર ગુનામાં પકડાયેલા આ આરોપીને સમાજમાં ખુલ્લા પાડવામાં આવેલ નથી અને તેના ઉપર ઢાંકપિછેડો કરવામાં કોને વધુ રસ હતો તે તપાસનો વિષય છે
થોડા દિવસો પહેલા સગીરા સાથે દુષ્કર્મ આચારીને તેને બ્લેકમેક કરવામાં આવી હતી અને તેની પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા જે ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને આ આરોપીઓએ સોશ્યલ મીડિયાથી સગીરાનો સંપર્ક કરીને ગુનો આચરવામાં આવ્યો હતો અને આ ગંભરી ગુનો હતો તો પણ આરોપીઓના ફોટો અને વિડીયો જે રીતે રૂટિનમાં પોલીસ તરફથી આવામાં આવતા હોય છે તેવી રીતે આપવામાં આવ્યા ન હતા અને યેનકેન પ્રકારે આરોપીઓને છાવરવામાં કોઈને રસ હોય તેવો ઘાટ સર્જાયો હતો તેવી જ રીતે વધુ એક ગંભીર ગુનામાં આરોપીને સમાજમાં ખુલ્લા કરવામાં આવેલ નથી જેમાં મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવેલ હતી આ ગુનામાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પાંચ આરોપીઓને સમયાંતરે પકડવામાં આવ્યા છે જો કે, એક પણ આરોપીના ફોટો કે વિડીયો આપવામાં આવેલ નથી ?
મૂળ મોરબી તાલુકાના કેરાળા ગામના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫) એ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, આ આરોપીઓએ ખોટું સોદાખત બનાવડાવીને સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી તેની સાથે કરી હતી આ માટે આરોપીઓએ જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જે ગંભીર ગુનો કહી શકાય તો પણ આરોપીને સમાજમાં કેમ ખુલ્લા ન પાડવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે
અત્રે ઉલેખનીય છે કે, ખોટુ સોદાખત કરીને કરવામાં આવેલ છેતરપીંડીના ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં સમયાંતરે પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ, હરેશ ઉર્ફે કોના નારણ જાકાસણીયા, અશોક દામજી કાસુન્દ્રા પટેલ (૪૩) અને અંબારામ ડાયાભાઈ બાવરવાની ધરપકડ કરવામાં આવેલ છે અને મહિલા સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે જો કે, જે આરોપીઓને અગાઉ પકડવામાં આવેલ છે તેને ગંભીર ગુનો આચાર્યો હોવા છતાં પણ મોરબીની પોલીસ કે જે દારૂ અને જુગારના ગુનામાં કોઈ પકડાઈ તો તેના ફોટો અને વિડીયો સામેથી આપતી હોય છે તેના દ્વારા ખોટુ સોદાખત કરીને છેતરપીંડી કરવાના ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીને સમાજમાં ખુલ્લા પાડવા માટે ફોટો કે વિડીયો અપાવમાં આવેલ નથી કે પછી લેવા દેવામાં આવેલ નથી ત્યારે સવાલએ ઊભો થઈ રહ્યો છે કે, મોરબીમાં ગંભીર ગુના કરનારાના આરોપીઓના ફોટો કે વિડીયો ન આપીને પોલીસેને શું ફાયદો છે ? અને પોલીસની આ નીતિરીતિના લીધે હાલમાં મોરબીમાં ગુનેગારોને જલસા થઈ ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
