હળવદ પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીને ૨૪ કલાકમાં દબોચ્યો
SHARE









હળવદ પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીને ૨૪ કલાકમાં દબોચ્યો
હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ મુજબ તા.૧૪/૫ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે સગીરાને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ૨૪ કલાકમાં હળવદ પોલીસ દ્વ્રારા પોકસોના આરોપીને પકડીને ભોગબનનારને શોધી કાઢવામાં આવેલ છે
હળવદના પીઆઇ કે.જે.માથુકીયાની દેખરેખ હેઠળ આઇ.પી.સી કલમ-૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ-૧૮ મુજબ ગુનાના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી અરવિંદભાઇ રેમનભાઇ નાયકાને ઝડપી લીધેલ છે અને ભોગબનનારને શોધી કાઢવામાં આવી છે આ આરોપી તથા ભોગબનનાર ચોટીલાના ખેરાણા ગામની વાડીની સીમમાં હોવાની દેવેંન્દ્રસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી
જુગારમાં ધરપકડ
મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આઈપીએલ ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા એલસીબીની ટીમે અગાઉ એક મોબાઇલ અને ૧૪૦૦ રૂપિયા રોકડા મળીને ૬૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી બિલાલ ગુલામહુસેન ઠાસરિયા જાતે પીંજારાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે અજય ઉમેદ વાલીયાણી જાતે ખોજા (૩૪) રહે. વાવડી રોડ સીતારામ પેલેસ, મોરબી વાળાની ધરપકડ કરેલ છે
