માળીયા(મી)ના કાજરડા ગામેથી સિંગલ બેરલ બારબોર બંદુક સાથે એક પકડાયો
મોરબીના નીચી માંડલ ગામ પાસે સીડી ઉપરથી પડી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત
SHARE









મોરબીના નીચી માંડલ ગામ પાસે સીડી ઉપરથી પડી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત
મોરબી-હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ગામ પાસેના સિરામિક યુનિટમાં રહીને મજુરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના પરિવારનો પાંચ વર્ષનો બાળક સીડી ઉપરથી રમતા રમતા પડી ગયો હતો જેથી તેને મોરબીની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ હાઇવે ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસેના સોનેક્ષ સિરામિકમાં રહીને ત્યાં મજુરી કામ કરતા પરિવારનો કરણ રામસ્વરૂપભાઇ સર નામનો પાંચ વર્ષનો બાળક ગત તા.૧૪-૫ ના બપોરના બે વાગ્યાના અરસામાં રમતા-રમતા સીડી ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં કરણને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન કરણ રામસ્વરૂપ નામના પાંચ વર્ષના મજુર પરીવારમા બાળકનું મોત નીપજયું હતું.બનાવને પગલે હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ જીગ્નાસાબેન કણસાગરાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૩-૪ વચ્ચે રહેતા નરશીભાઈ ઉકાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૩૫) અને રાધીબેન નરશીભાઈ વાઘેલા (૩૫) ને ઘર પાસ થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી કરીને બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા જુના રાયસંગપર ગામના રહેવાસી શંકરભાઈ મુમાભાઈ ગેડાણી નામનો ૨૭ વર્ષીય યુવાન હળવદ-રાયસંગરર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતાં તેણે બાઈક ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક સહિત તે નીચે પટકાતા શંકરભાઈ ગેડાણી નામના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
માળીયા મિંયાણા તાલુકાના નવાગામનો રહેવાસી દોસમામદ મુસાભાઇ જેડા મિંયાણા નામનો ૩૨ વર્ષીય યુવાન મોરબીના દલવાડી સર્કલ કંડલા બાયપાસ ઉપરથી વાહનમાં જતો હતો ત્યારે તે વાહનમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને ઇજાઓ થવાથી સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.
