મોરબીના નીચી માંડલ ગામ પાસે સીડી ઉપરથી પડી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત
મોરબીમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે આવેલા સાયકલ યાત્રીનું સન્માન કરાયું
SHARE









મોરબીમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે આવેલા સાયકલ યાત્રીનું સન્માન કરાયું
દેશના વડાપ્રધાન બારેન્દ્ર મોદી દ્વારા “હર ઘર નલ સે જલ” પ્રેરક અભિયાન શરૂ કરવામાં આવેલ છે ત્યારે હરિયાણાનાં સેવા નિવૃત્ત અધિકારી સુભાષચંદ્ર બિસ્નોઇ દ્વારા હાલમાં જલ અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે અને તે ભારત પરિભ્રમણ કરવાના છે દરમ્યાન તે મોરબી આવ્યા હતા ત્યારે તેની સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ થી હરિયાણાનાં ૨૧ જિલ્લા ૬૦૦ ગામથી આ અભિયાનને શરૂ કરેલ છે અને જલ બચાવો, પર્યાવરણ બચાવ અને જનજાગૃતિ લાવવા માટેના આ અભિયાન અંતર્ગત ૧૫૦૦૦ કિલોમીટર ઉપર સાયકલ પરિભ્રમણ કર્યું છે જેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, યુ.પી., બિહાર, પટના, નેપાળ, કાઠમંડુ, પોંડિચેરી, તમિલનાડુ, વેસ્ટ બેંગાલ, તેલંગાણા, કેરાલા, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને હાલ ગુજરાત રાજ્યમાં તે આવેલ છે ત્યારે સુભાષચંદ્ર બીસ્નોઇનું લાયન્સ કલબ ઓફ મોરબીની વિવિધ શાખાઓ દ્વારા એમ.જે.એફ. ૩૨૩૨ જે.ડીસ્ટીક વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીથી સુભાષચંદ્ર બીસ્નોઇ સાયકલ પરિભ્રમણ જનજાગૃતિ યાત્રા આગળ ધપાવતા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઈએ તેને શુભેચ્છા આપી હતી
