હળવદ પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીને ૨૪ કલાકમાં દબોચ્યો
માળીયા(મી)ના કાજરડા ગામેથી સિંગલ બેરલ બારબોર બંદુક સાથે એક પકડાયો
SHARE









માળીયા(મી)ના કાજરડા ગામેથી સિંગલ બેરલ બારબોર બંદુક સાથે એક પકડાયો
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ હતી કે, કાજરડા ગામની દાતર સીમ જવાના રસ્તે સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી પોતાની પાસે હેરકાયદે એક સીંગલ બેરેલની બંદૂક રાખે છે જેથી પોલીસે ત્યાં ચેક કરતાં તેની પાસેથી બંદૂક મળી આવી હતી જેથી પોલીસે સલીમ ઉસ્માનભાઇ ભટ્ટી જાતે મિયાણા રહે. કાજરડ રોડ ભોળી વાંઢ વિસ્તાર દાતરના ઝાડ પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સિંગલ બેરલ બારબોર બંદુક જેની કિંમત ૫૦૦૦ નું હથિયાર કબજે કરેલ છે
