મોરબીના સનાળા પાસે બાઈકમાં જતી મહિલાના ગાળામાંથી ૧.૩૦ લાખની સોનાની માળાની ચીલ ઝડપ
મોરબીમાં માલિકીના પ્લોટમાં નળિયાની દીવાલ કરતાં વૃદ્ધને પુત્રવધૂ-બે પૌત્રએ માર માર્યો
SHARE









મોરબીમાં માલિકીના પ્લોટમાં નળિયાની દીવાલ કરતાં વૃદ્ધને પુત્રવધૂ-બે પૌત્રએ માર માર્યો
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતીવન સોસાયટીમાં દીકરાના નામે લીધેલ પ્લોટમાં પિતા દિવાલ બનાવી રહ્યા હતા ત્યારે તેના બે પૌત્ર અને પુત્રવધુ ત્યાં આવ્યા હતા અને આ પ્લોટ અમારો છે તેવું કહીને વૃદ્ધને નળિયા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ પોતાની પુત્રવધુ અને બે પૌત્રની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ શાંતીવન સોસાયટીમાં સ્કૂલ પાસે રહેતા પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલા (૭૦)એ પોતાના દીકરા સ્વ. બાબુભાઈના નામે પ્લોટની ખરીદી કરી હતી જે પ્લોટમાં જુના નળિયા ગોઠવીને ફરતી દિવાલ બનાવવાની કામગીરી તે કરી રહ્યા હતા ત્યારે ત્યાં તેની પુત્રવધૂ કાંતાબેન બાબુભાઇ વાઘેલા અને બે પૌત્ર અશોકભાઈ બાબુભાઈ વાઘેલા અને જયેશભાઈ બાબુભાઈ વાઘેલા આવ્યા હતા અને “આ પ્લોટ અમારો છે” તેવું કહીને જયેશ બાબુભાઈ વાઘેલાએ તેના દાદાને નળિયાનો ઘા ફટકાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલાએ સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પુત્રવધુ અને બે પૌત્રની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
