માળીયા (મી)નાં રાસંગપર ગામે સંગાથ વૃદ્ધાઆશ્રમમાં આપ્યું અનુદાન
મોરબીના સનાળા પાસે બાઈકમાં જતી મહિલાના ગાળામાંથી ૧.૩૦ લાખની સોનાની માળાની ચીલ ઝડપ
SHARE









મોરબીના સનાળા પાસે બાઈકમાં જતી મહિલાના ગાળામાંથી ૧.૩૦ લાખની સોનાની માળાની ચીલ ઝડપ
મોરબી શહેરના સનાળા ગામ પાસે લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતું હતું તે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇક ઉપર આવેલા બે શખ્સો સોનાની માળાની ચીલઝડપ કરીને નાસી છૂટયા છે જેથી કરીને ભોગ બનેલી મહિલા દ્વારા ૧,૩૦,૩૬૦ રૂપિયાની સોનાની માળાની ચીલઝડપ થઈ હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
થોડા દિવસો પહેલાં સનાળા ગામ પાસેથી પસાર થઈ રહેલી મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે રીઢા ગુનેગારોની ધરપકડ કરેલ હતી આ બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં ગઈકાલે બપોરના સાડા ચાર વાગ્યાના અરસામાં મોરબ્ના આલાપ રોડ ઉપર આવેલ રામેશ્વર પેલેસ ફ્લેટ નં.૨૦૧ માં રહેતા રમેશભાઇ અવચરભાઈ સદાતિયા જાતે પટેલ તેના પત્ની વનીતાબેન રમેશભાઈ સદાતીયા (ઉમર ૫૨) પોતાના બાઇક નંબર જીજે ૩ ડીઈ ૯૪૦૨ માં પોતાની દીકરીના ઘરે બેસવા માટે જતા હતા અને તેના ભાણેજ વેદને દીકરીના ઘરે મૂકવા માટે જતા હતા ત્યારે અજાણ્યા બાઈકમાં ડબલ સવારીમાં આવેલા બે શખ્સોએ વનીતાબેન ગળામાં પહેરેલ ૨૩.૩૨૦ ગ્રામ સોનાની માળા જેની કિંમત ૧,૩૦,૩૬૦ ના મુદ્દામાલની ચીલ ઝડપ કરી હતી અને સોનાની માળાને લઈને આરોપીઓ નાશી ગયા છે જેથી કરીને હાલમાં વનીતાબેન રમેશભાઈ સદાતીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આ ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા બંને આરોપીઓને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે
