મોરબીમાં ભાડે આપેલા વાહનમાં થયેલ નુકશાનીના રૂપિયા માંગનારા વાહનના માલીકને છરીનો ઘા ઝીકયો
મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ત્રણને ઇજા
SHARE









મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ રાજસ્થાનીઓને ઇજા થઈ હતી જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી લક્ષ્મીનગર પાટીયા વચ્ચે ગણેશ ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં પુરારામ ગામારામ જાટ, બાબુલાલ ભોમાંરામ જાટ રહે, ખટુ રાજસ્થાન અને ફરસારામ ઓમપ્રકાશ બીસનોઈ રહે. લાંબા રાજસ્થાન વાળા ત્રણને ઈજા પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મારામારીમાં ઇજા
માળિયા-મિયાણાના વાંઢ વિસ્તારમાં રહેતા બચુભાઈ હુસેનભાઇ મોવરને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના મોટા દીકરા ફિરોજે કોઈ કારણોસર બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં તેના પિતા બચુભાઈ ને માર માર્યો હતો જેથી કરીને તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
