વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડે આપેલા વાહનમાં થયેલ નુકશાનીના રૂપિયા માંગનારા વાહનના માલીકને છરીનો ઘા ઝીકયો


SHARE

















મોરબીમાં ભાડે આપેલા વાહનમાં થયેલ નુકશાનીના રૂપિયા માંગનારા વાહનના માલીકને છરીનો ઘા ઝીકયો

મોરબીમાં વાહન ભાડે આપનારા યુવાન પાસેથી મિત્રને વાહન ભાડે આપાવ્યું હતું ત્યાર બાદ તે વાહનમાં નુકશાની આવી હતી જેથી કરીને વાહનના માલિકે નુકશાનીના રૂપિયા માંગ્યા હતા જે ગાડી લઈ જનાર આપતો ન હતો જેથી કરીને મધ્યસ્થી કરનાર શખ્સને રૂપિયા આપવા માટે કહ્યું હતું ત્યારે તેણે બોલાચાલી કરીને ગાડીના મલીકને છરીનો એક ઘા હાથના ભાગે ઝીંકી દીધો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવારમાં ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ સામેની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો દીક્ષિત પ્રવીણભાઈ ભાલોડીયા (ઉમર ૨૯) વાહન ભાડે આપવાનો ધંધો કરેલ છે અને તા.૧૪-૫ ના રાત્રીના નવેક વાગ્યે શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક મારામારીના બનાવમાં તેને હાથના ભાગે છરી મારવામાં આવી હતી જેથી તેને સારવાર માટે સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે તપાસ હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દીક્ષિત પ્રવીણભાઈ ભાલોડીયાએ હાર્દિક ફૂલતરિયાના કહેવાથી તેના મિત્રને સેલ્ફ ડ્રાઈવમાં ગાડી આપી હતી અને તે ગાડીમાં નુકશાની થયેલ હતી જેથી કરીને ગાડી લઈને ગયેલા શખ્સ પાસે વાહનના માલિકે નુકશાનીના રૂપિયાની માંગણી કરી હતી જે તે આપતો ન હતો જેથી દીક્ષિત પ્રવીણભાઈ ભાલોડીયાએ હાર્દિક ફૂલતરિયા પાસે રૂપિયા માંગ્યા હતા જેથી હાર્દિકે તેની સાથે બોલાચાલી કરી હતી અને તે દરમિયાનમાં તેણે છરીનો ઘા દીક્ષીતના હાથમાં ઝીકિ દીધો હતો માટે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠા વિસ્તાર સોઓરડીમાં રહેતા જેનમબેન અકબરભાઈ માણેક અને દિનેશભાઈ અમૃતલાલ લોદરીયા (૪૦) ને તા.૧૨-૫ ના રોજ ભાવનગર પાસે આવેલા રાજપરા ખોડીયાર મંદિર પાસે રિક્ષા પલ્ટી મારી જવાના બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના વીસીપરામાં રહેતા હસનભાઈ હાજીભાઈ શેરસીયા નામના ૫૨ વર્ષીય આધેડ પોતાના પુત્રની સાથે બાઈકમાં બેસીને જતા હતા દરમિયાનમાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં ફેકચર જેવી ઇજાઓ સાથે તેઓને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.




Latest News