મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબી જીલ્લાના ઇ-ગ્રામ વીસીઇઓએ પડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
SHARE









મોરબી જીલ્લાના ઇ-ગ્રામ વીસીઇઓએ પડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ગુજરાત સરકારની ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઇ છેલ્લા ૧૫ વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે ત્યારે સરકાર દ્વારા વીસીઇના હિત માટે પગલા ભરવા જોઇએ પરંતુ વીસીઇના હીત માટે કોઇ પગલા ભરવામાં ન આવતા અને વીસીઇને કોઇ લાભ કે પગાર - ધોરણ બાબતે વિચારણા ન કરતા વીસીઇ મંડળ દ્વારા હાલમાં હડતાળ કરવામાં આવી છે અને આજે મોરબી જિલ્લાના ઇ-ગ્રામ વીસીઇઓએ પડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું
અગાઉ રાજય મંડળ દ્વારા સરકારની સમક્ષ વીસીઇના હિત માટે રજૂઆત કરવામાં આવી હતી અને વીસીઇ દ્વારા પીએમકિશાન, કૃષી સહાય, જન્મ-મરણ. વિગેરેની એંટ્રી કરેલ છે જેનું ચુકવણુ કરવામાં આવેલ નથી. અને છેલ્લા ૧૫ વર્ષથી કમિશન પર વીસીઇ કામ કરતાં હોય કમિશન વધવાને બદલે ધટયુ છે અને મોધવારીના સમયમાં કમિશન પર કામ કરવુ પોસાય તેમ ન હોઇ અને પગાર આપવામાં આવે, વીમા કવચ આપવામાં આવે તે સહિતની માંગણી સાથે ગત ૧૧ તારીખથી વીસીઇ દ્વારા હડતાળ કરવામાં આવેલ છે જો કે, હજુ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી આજે મોરબી જિલ્લાના વીસીઇ મંડળ દ્વારા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક તેઓની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આ માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે
