મોરબી જીલ્લાના ઇ-ગ્રામ વીસીઇઓએ પડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
નવલખી બંદરે કોલસો ભરેલ શ્રીજી શીપીંગ કંપનીના બાર્જની જળ સમાધિ
SHARE









મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર કોલસો ભરેલ બાર્જ કાંઠે આવી રહયું હતું ત્યારે કોઈ કારણોસર તેમાં લીકેજ થવાના કારણે આ બાર્જ દરિયામાં ડૂબી ગયું હતું અને તેમાં ભરેલ કોલસો પણ પાણીમાં ડૂબી ગયો હતો
ગત શનિવારે સાંજના સમયે મોરબી નજીક આવેલા દરિયામાં ઉભેલ જહાજમાંથી કોલસો બાર્જમાં ભરીને તે બાર્જને કાંઠે લઈને આવતા હતા ત્યારે તેમાં લીકેજ થવાથી તે બાર્જ દરિયામાં ડુબ્યુ હતું અને સૂત્રના કહેવા મુજબ અંદાજે ૧૨૦૦ ટન કરતાં વધુ કોલસો દરિયાના પાણીમાં ડૂબી ગયો છે વધુમાં મળતી માહિતી મુજબ ઇન્ડોનેશિયાથી કોલસો ભરીને શીપ આવી હતી આ શીપમાંથી કોલસાને બાર્જમાં ભરીને કોલસો લઈને બાર્જ કાંઠે આવું હતું ત્યારે તે બાર્જ ડૂબી ગયું હતું અને જે બાર્જ હાલમાં દરિયામાં ડૂબી ગયું છે તે શ્રીજી શીપીંગ કંપનીનું બાર્જ હોવાનું કંપનીના કર્મચારી પાસેથી જ જાણવા મળેલ છે
