નવલખી બંદરે કોલસો ભરેલ શ્રીજી શીપીંગ કંપનીના બાર્જની જળ સમાધિ
મોરબી પોલીસની નજરે કયા ગુના અને ગુનેગાર વધુ ગંભીર ?
SHARE









મોરબી પોલીસની નજરે કયા ગુના અને ગુનેગાર વધુ ગંભીર ?
મોરબીમાં પોલીસ સ્ટેશને ગુના નોંધાય પછી આરોપીને પકડવા માટે પોલીસની જુદીજુદી ટીમો કામે લાગી જતી હોય છે અને કોઈ વહેલા તો કોઈ મોડે મોડે પણ આરોપી પકડાઈ છે જો કે, આરોપીને સમાજમાં જાહેર કરવામાં આવે છે પરંતુ મોરબીમાં દુષ્કર્મ કે છેતરીપીંડી જેવા ગંભીર ગુનામાં કોઈ આરોપી પકડાયા હોય તો મોરબીની પોલીસે કેમ તેને જાહેર કરતી નથી તે સૌથી મોટો સવાલ છે
મોરબી જીલ્લાબો ઓદ્યોગીક વિકાસ તો ખૂબ જ થયો છે જો કે, ઉદ્યોગની સાથોસાથ ગૂનાખોરીનું પ્રમાણ પણ વધી ગયું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને ચોરી, લૂંટ, હુમલો સહિતના ગુના બેધડક આચરવામાં આવી રહ્યા છે અને જો કોઈ ફરિયાદ નોંધાઈ તો આરોપીઓને પકડવા માટે પોલીસની જુદીજુદી ટીમો કામે લાગી જાય છે અને આરોપીઓને પકડી પણ લેવામાં આવે છે પરંતુ ક્યાં આરોપીઓને સમાજમાં જાહેર કરવા કે ન કરવા તેના માટે પોલીસે મોટી ચારણી રાખી છે જેમાંથી નીકળી જાય તે આરોપીઓને સમાજમાં જાહેર કરવામાં આવે છે અને બીજા આરોપીઓને સમાજમાં જાહેર કરવામાં આવતા નથી જેથી કરીને મોરબીની પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે
મોરબીમાં દારૂ કે જુગારના ગુનામાં કોઈ આરોપી પકડાયા હોય તો તેના ફોટો અને વિડીયો તાત્કાલિક પોલીસ દ્વારા આપવામાં આવે છે પરંતુ દુષ્કર્મ અને છેતરીપીંડીના ગુનામાં કોઈ આરોપીને પકડ્યા હોય તો તેના ફોટો કે વિડીયો કેમ આપવામાં આવતા નથી ? શું દારૂ અને જુગાર ગંભીર ગુના છે અને દુષ્કર્મ તેમજ છેતરીપીંડીના ગુના સામાન્ય છે ? કેમ ગંભીર પ્રકારના કહેવાઈ તેવા ગુનામાં પકડાયેલા આરોપીઓ સમાજમાં ખુલ્લા પાડવામાં આવતા નથી ? અને મોરબી પોલીસ ગંભીર ગુના કરનારાના આરોપીઓને સમાજમાં જાહેર ન કરીને ગુનેગારોને ગુના કરવા માટે આડકતરી રીતે બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે કે શું તે તપાસનો વિષય છે
મોરબીમાં સોશ્યલ મીડિયાનો દૂર ઉપયોગ કરીને સગીરાનો શિકાર કરનારા નરાધમોને પકડવામાં આવ્યા હતા તેમજ એક વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવેલ હતી આ બંને ગુનામાં એ ડીવીઝન પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવેલ છે જો કે, એક પણ આરોપીના ફોટો કે વિડીયો આરોપીઓને સમાજમાં ખુલ્લા પાડવામાં આવેલ નથી ? તેના પાસે રહસ્ય શું તે મુદો હાલમાં મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, ખોટુ સોદાખત, સોશ્યલ મીડિયાનો દૂર ઉપયોગ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુના જે આરોપીઓએ આચર્યા હતા તેના ફોટો અને વિડીયો મોરબીની પોલીસે કયા કારણોસર આપેલ નથી તે તપાસનો વિષય છે
