મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો


SHARE

















વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો

મોરબી જીલ્લાના વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલા ચાવડી ચોક પાસેની તૈયબી મસ્જિદમાં લાકડી વડે યુવાન દ્વારા મસ્જીદની ઘડિયાળ તોડી નાખવામાં આવી હતી તેમ જ બારીમાં લાકડીઓ ફટકારીને મસ્જીદના બારીના કાચ તોડવામાં આવ્યા હતા જેને લઇને હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.

વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે મન્સુરભાઈ મોઇઝભાઈ લાકડાવાળા જાતે દાઉદીવોરા (૩૨) રહે.વાંકાનેર સીટી સ્ટેશન રોડ મહાવીર જીન પાસે વાળાએ મૂળ બિહારના ગોપાલગંજ વિસ્તારના રહેવાસી મનીષ શાહ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓની તૈયબી મસ્જદમાં ગેરકાયદેસર રીતે લાકડી સાથે મનીષ શાહ પ્રવેશ્યો હતો તેમજ ગાળો બોલીને મસ્જીદની ઘડિયાળમાં તેમજ બારીના કાચ અને બારીઓમાં લાકડી મારીને તોડફોડ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીઆઇ એન.એ.વસાવાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જો કે ઝઘડો કયા કારણોસર થયો હતો તે હાલ જાણવા મળેલ નથી.

હળવદમાં અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામ પાસે હળવદ તરફ જતા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૨૨૧ ના ચાલકે વાહન અકસ્માત સર્જાયો હતો અને પોતાના હવાલાની એસ.ટી.બસને બેદરકારીપૂર્વક રીતે ચલાવી આગળ જતા આઇસર વાહન નંબર જીજે ૨૩ ટી ૫૦૫૧ સાથે પાછળથી અથડાવતા આઇસરમાં નુકશાની પહોંચી હતી જેને લઇને આઇસરના માલિક દિલીપભાઇ ખીમજીભાઈ પઢારીયા જાતે રબારી (૩૪) ધંધો ડ્રાઇવિંગ રહે.કટુડા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ ઉપરોક્ત નંબરની એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હોય હાલ હળવદ પોલીસ મથકના ચેતનભાઇ કડવાતરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News