વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો
મોરબીમાં બિલ્ડર દ્વારા ત્રણ ફ્લેટ ધારકોને ફ્લેટ આપવાનો વિશ્વાસ કેળવી રૂપિયા ૬૦.૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
SHARE









મોરબીમાં બિલ્ડર દ્વારા ત્રણ ફ્લેટ ધારકોને ફ્લેટ આપવાનો વિશ્વાસ કેળવી રૂપિયા ૬૦.૫૧ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
મોરબી શહેરની અંદર યેનકેન પ્રકારે લોકોને ઢગીને પૈસાદાર બનવાનો જાણે ક્રેઝ જામ્યો હોય અને નીતિમત્તાના ધોરણો સાવ તળિયે ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.તેવામાં વધુ એક છેતરપીંડીના બનાવનો તેમાં ઉમેરો થયો છે.મોરબીમાં બીલ્ડર દ્વારા બાંધકામ કરીને સાત માળની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. (જોકે શહેરમાં તેમજ જિલ્લા વિસ્તારમાં ધડોધડ ખડકાઇ રહેલા બાંધકામોમાંથી કેટલાને નિયમાનુસારની મંજૂરી છે તે પણ ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે.) અને તે બિલ્ડિંગમાં જુદાજુદા ત્રણ લોકોને ફ્લેટ આપવાની વાત કરીને ત્રણેય પાસેથી કુલ મળીને રૂપિયા ૬૦.૫૧ લાખ જેવી માતબર રકમ લઈ લેવામાં આવ્યા બાદ તે ત્રણેય ફ્લેટોના અન્ય લોકોને દસ્તાવેજ કરી આપીને પૈસા આપનારાઓ સાથે ઠગાઈ છેતરપિંડી કરવામાં આવી હોવાની હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે હાલમાં ધિરજલાલ જાદવજીભાઇ વરમોરા જાતે પટેલ (ઉ.વ.૪૦) ધંધો એલ્યુમીનીયમ સેક્શન રહે.માતૃહીલ્સ એપાર્ટમેન્ટ ન્યુ ચંદ્રેશનગરની બાજુમા મુનનગર ચોક મોરબી વાળાએ રાજેશભાઇ થોભણભાઇ સનીયારા જાતે પટેલ રહે.મોરબી મયુરપાર્ક સોસાયટી અવની ચોકડી પાસે વાળાની સામે ફરીયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું છેકે રાજેશભાઇ સનીયારાએ ફરીયાદી ધિરજલાલ અને અન્ય બે સાહેદને કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પોતની સાઇડ માધાપર સર્વે નં.૧૨૫૯ (જુના સર્વે નં.૪૦૪) વાળી જગ્યાએ કે જયાં હાલમાં સાત માળની બીલ્ડીંગનું કામકાજ ચાલુ હતુ.તેમાથી સાતમા માળે આવેલ ફલેટ નંબર ૭૦૧ અને ફ્લેટ નં.૭૦૨ રૂપીયા ૫૪,૦૦,૦૦૦ માં
આપવાનો વિશ્વાસ આપીને ફરીયાદી ધિરજલાલ તથા સાહેદ પાસેથી ટુકડે ટુકડે રૂપીયા ૪૫,૫૦,૦૦૦ લઇ સોદાખત કરી આપ્યા હતા તેમજ અન્ય ક સાહેદ મગનભાઇ લક્ષ્મણભાઇ મેરજા રહે.મોરબી વાળાને ફલેટ નંબર ૨૦૧ રૂપિયા ૩૫,૦૦,૦૦૦ માં આપવાનું નક્કી કરીને તે પેટ મગનભાઇ પાસેથી કટકે કટકે રૂપિયા ૧૫,૦૧,૦૦૦ મેળવી લઇને ત્રણેયને વિશ્વાસમાં રાખીને ઉપરોકત ત્રણેય ફલેટના અન્ય વ્યક્તિઓને દસ્તાવેજ કરી આપ્યા હતા..! અને ફરીયાદી ધિરજલાલ તથા સાહેદોને તેઓના રૂપીયા પરત ન આપીને તેમજ ફલેટ પણ નહિં આપીને કુલ રૂા.૬૦,૫૧,૦૦૦ ની રાજેશભાઇ થોભણભાઇ સનીયારા જાતે પટેલ રહે.મોરબી મયુરપાર્ક સોસાયટી અવની ચોકડી પાસે એ છેતરપીંડી આચરેલ જે ફરીયાદ અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.પી.સોનારા દ્વારા કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ રાજેશ સનીયારા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ અન્યની જમીન બોગસ દસ્તાવેજો તૈયાર કરીને રૂા.સાડાત્રણ કરોડ જેવી માતબર રકમમાં આપવાની વાત કરી બોગસ દસ્તાવેજો આધારે વેચવાનો પ્રયાસ કરીને છતરપીંડી કરવામાં આવેલ જેમાં આઠ સામે ફરીયાદ થયેલ જે પૈકીના હાલ પાંચ લોકોને પકડવામાં આવ્યા છે જેમાંથી બે જેલ હવાલે અને ત્રણ રીમાંડ ઉપર છે.તે ગુનામાં એક મહીલા સહીત ત્રણ લોકોને હજુ પકડવાના બાકી છે. મોરબી વિસ્તારની અંદર યેનકેન રીતે ખોટા કામો કરીને પણ પૈસાદાર બનવા માટે જે ગાંડી દોડ શરૂ થઈ છે તે ભવિષ્ય માટે ચિંતાજનક છે.
