મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હે ભગવાન હવે કોના સહારે જીવીશું ?: હળવદની ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનની માતા-પત્નીનો કલ્પાંત


SHARE

















હે ભગવાન હવે કોના સહારે જીવીશું ?: હળવદની ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનની માતા-પત્નીનો કલ્પાંત

મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધરાશાયી થવાથી એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ ૧૨  લોકોના મૃત્યુ નિપજ્યા હતા જે બનાવની અંદર સૌથી મોટી કરુણતા એ છે કે મૃત્ક રમેશભાઈના પરિવારની અંદર કમાનારા મુખ્ય બંને વ્યક્તિઓ હતા જે આ ઘટનાની અંદર અવસાન પામ્યા છે માટે હાલમાં રમેશભાઈના વૃદ્ધ માતા અને તેના પત્ની સહિતના પરિવારના સભ્યો નોંધારા બન્યા છે ત્યારે સરકાર તરફથી તેને ઘરનું ઘર મળે તેવી પરિવારના સભ્યો વતી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે

બુધવારનો દિવસ મોરબી જિલ્લાના હળવદ માટે ગોજારો દિવસ હતો તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કારણ કે હળવદ જીઆઇડીસી ની અંદર આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં મજૂરો જ્યારે કામગીરી કરી રહ્યા હતા ત્યારે કારખાનાની તોતિંગ દીવાલો અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી જેથી કરીને દિવાલ અને મશીનરીની નીચે ફસાઈ જવાના કારણે એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ મળીને ૧૨ લોકોના આ અકસ્માતના બનાવમાં મૃત્યુ નિપજયા હતા જેથી કરીને રાજ્યના મુખ્યમંત્રી તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દરેક મૃતક લોકોના પરિવાર જનને છ લાખ રૂપિયાની સહાય તેમજ કારખાનેદારે પાંચ લાખ રૂપિયાની સહાય ની જાહેરાત કરી હતી

જોકે સમગ્ર ઘટનાની અંદર સૌથી આઘાતજનક વાત એ છે કે રમેશભાઈ કોળી અને તેની દીકરી દક્ષા તેમજ દીકરો દિલીપભાઇ અને પુત્રવધુ શિતલબેન અને તેના બે સંતાનો આમ કુલ મળીને એક જ ઘરના છ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે જેથી સરકાર અને કારખાને દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે મહત્વની વાતએ છે કે, રમેશભાઈ કોળીનો ૯ વ્યક્તિનો પરિવાર હતો જેમાંથી ૬ વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને હવે તેના પરિવારમાં રમેશભાઈની માતા, રમેશભાઈની પત્ની અને એક નાના દીકરા હયાત છે અને તેઓના ઘરની અંદર કમાનાર કોઈ વ્યક્તિ રહી નથી અને આ પરિવાર હાલમાં મફતીયાપરા જેવા વિસ્તારમાં જીઆઇડીસીમાં કાચા-પાકા ઝુંપડા બનાવીને ત્યાં રહી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં તેનુ જીવન ટકાવી રાખવા માટે થઈને સરકાર દ્વારા આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લાગણી મૃતકના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ૧૯૯૫ થી હળવદ જીઆઇડીસી કાર્યરત કરવામાં આવી છે અને જે કારખાનામાં દુર્ઘટના બની છે તે કારખાનાને વર્ષ ૨૦૦૮માં અપડેટ કરવામાં આવ્યું હતું અને હાલમાં ત્યાં આ અકસ્માતનો બનાવ બનતા એક જ પરિવારના છ સહિત કુલ ૧૨ વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને આ કેસની તપાસ કરીને પોલીસે દ્વારા ફરીયાદ નોંધવા માટે તજવીજ ચાલી રહી છે જો કે, હજુ સુધી કોઇની સામે ગુનો નોંધાયો નથી 




Latest News