હળવદના અકસ્માતના બનાવમાં બેદરકારોની સામે પગલાં લેવા આમ આદમી પાર્ટીની રજુઆત
વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું એટ્રોસીટીની ફરિયાદ ખોટી રીતે નામ નોંધાતા રાજપૂત સમાજ-ગ્રામજનોમાં રોષ
SHARE









વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું એટ્રોસીટીની ફરિયાદ ખોટી રીતે નામ નોંધાતા રાજપૂત સમાજ-ગ્રામજનોમાં રોષ
વાંકાનેર વઘાસીયા નજીક રસ્તા ઉપરથી ચાલવા મુદે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સહિત ૧૨ સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે જ્યારે સામા પક્ષેથી પણ મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે
જાણવા મળતી માહિતી મુજબ નવા વઘાસીયા ગામના દિલીપભાઇ કરશનભાઇ વાઢેરે ગઇકાલે રવી ઝાલા, ખેંગારસિંહ હઠેસિંહ ઝાલા, ભગતસિંહ ખેંગારસિંહ ઝાલા, હરપાલસિંહ, ભગીરથસિંહ રણજીતસિંહ ઝાલા, પિન્ટુ જનકસિંહ ઝાલા, મહાવિરસિંહ ભરતસિંહ ઝાલા, મયુરસિંહ રણજીતસિંહ ઝાલા, મયુરસિંહ મહાવિરસિંહ ઝાલા, પાણીના ફિલ્ટર પ્લાન વાળા રવિ, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. બધા વઘાસિયા વાળા સામે ટોલનાકા નજીક કાચા રસ્તેથી વાહનો પસાર કરવા બાબતે રોષ રાખીને ઢીકાપાટુનો માર મારીને હુમલો કરી ઇજા કરી હોવાની અને જાતિ પ્રત્યે અપમાનિત કરેલ હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે
તો સામા પક્ષેથી વઘાસીયા રહેતા ખેંગારસિંહ હઠીસિંહ ઝાલાની ઓરડીમા રહેતા સીમાબેન દીનેશભાઈ ભાભરએ દીલીપભાઈ ઉર્ફે મેપાભાઈ કરશનભાઈ વાઢેર, કરશનભાઈ પુનાભાઈ વાઢેર, રમણીકભાઈ કરશનભાઈ વાઢેર, કલાભાઈ પુનાભાઈ વાઢેર, ભરતભાઈ ખેંગારભાઈ વાઢેર, જયેશભાઈ ખેંગારભાઈ વાઢેર, રાજેશભાઈ કલાભાઈ વાઢેર અને ખેંગાર પુનાભાઈ વાઢેર રહે.બધા વધાસીયા વાળાની સામે કોઈ કારણ વગર હાથમા લાકડી, પાઈપ, ધોકા જેવા હથીયારો ધારણ કરીને આવીને આરોપીઓએ સીમાબેનને મુંઢ ઈજા થાય તે રીતે માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી જેથી મહિલાની ફરિયાદ લઈને પોલીસે જુદીજુદી કલામ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અત્રે ઉલેખનીય છે કે, દિલીપભાઇ કરશનભાઇ વાઢેરે નોંધાવેલ ફરિયાદમાં વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ અને વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાનું નામ લખાવેલ છે જેથી કરીને તેના વિરોધમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ વઘાસિયા ગામના અંદાજે ૨૦૦ થી વધુ લોકો વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને વઘાસિયા ગામના સરપંચનું નામ ખોટી રીતે ફરિયાદમાં લખવવામાં આવ્યું છે જેથી કરીને તે નામ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
