માળીયા (મી)ના બે શખ્સોને હદપાર કરાયા: વાંકાનેરના ગુના એક શખ્સ પાસા હેઠળ જેલમાં
SHARE









માળીયા (મી)ના બે શખ્સોને હદપાર કરાયા: વાંકાનેરના ગુના એક શખ્સ પાસા હેઠળ જેલમાં
માળીયા મિયાણાં પોલીસ સ્ટેશન વિસ્તારના બે શખ્સ સામે હદપારી દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા તે બંન્ને શખ્સને હદપાર કરવામાં આવેલ છે તો વાંકાનેર તાલુકા પોલીસને પાસા વોરન્ટના એક આરોપીને સુરતને જેલ હવાલે કરેલ છે
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ માથાભારે ઇસમો સામે સખત કાર્યવાહી કરવા સુચના આપેલ છે અને ધડોધડ પાસા અને હદપારીની દરખાસ્ત મૂકવામાં આવી રહી છે અને માલિતા તાલુકાનાં બે શખ્સ સામે મૂકવામાં આવેલ હદપારી દરખાસ્ત મંજૂર કરવામાં આવતા માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન તથા મારામારીના ગુન્હામાં સંડોવાયેલ નાસીરભાઈ યુસુફભાઈ જામ જાતે મિયાણા (૨૪) તથા મોહસીન ઉર્ફે ડીકો ગુલામ મયુદીનભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૮) રહે. બંને નવાગામ માળીયા વાળાને હદપારી કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આ આરોપીઓને મોરબી જીલ્લા ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર, કચ્છ (ભુજ) જીલ્લાઓ માંથી ૧ વર્ષ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે જેથી બંને શખ્સને હુકમની ધોરણસર બજવણી કરી હદપાર કરવામાં આવેલ છે
પાસા હેઠળ જેલ હવાલે
વાંકાનેર તાલુકા પોલીસને પાસા વોરન્ટના આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી હતી દરમ્યાન સલીમભાઇ કાસમભાઇ કોયલીયા જાતે સુમરા રહે. રાજકોટ બાબરીયા કલોની શેરી નં-૪ પીપળીયા હોલ મેઇન રોડ રાજકોટ વાળાની પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે
