માળીયા (મી)ના બે શખ્સોને હદપાર કરાયા: વાંકાનેરના ગુના એક શખ્સ પાસા હેઠળ જેલમાં
મોરબીના ઘૂંટુ બાઇકને હડફેટે લઈને દંપતીને ખંડિત કરનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના ઘૂંટુ બાઇકને હડફેટે લઈને દંપતીને ખંડિત કરનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ ઉમા રેસીડેન્સી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ભરવાડ દંપતિ પોતાના પુત્રના લગ્નની કંકોત્રી દેવા માટે હળવદ ગયેલ અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે ઘુંટુ ગામ નજીક તેઓના બાઇકને પાછળથી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજા થઈ હતી અને મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું જે બનાવમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જૂની પીપળી ગામના રહેવાસી નારણભાઈ મુંધવા અને તેમના પત્ની ગંગાબેન નારણભાઈ મુંધવા જાતે ભરવાડ (૫૫) ના દીકરાના લગ્ન હોય તેની કંકોત્રી આપવા માટે હળવદ ગયા હતા અને તેઓ પોતાના બાઈક ઉપર હળવદ તરફથી પરત મોરબી અને ત્યાંથી તેમના ગામ જુની પીપળી જતા હતા દરમિયાનમાં હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસીડેન્સી નજીક તેઓના બાઇકને પાછળથી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો. અને ગંગાબેનને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું સારવારમાં મોત નીપજયું હતું આ બનાવમાં નારણભાઈ વીરજીભાઇ મુંધવાએ અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
