વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં દીવાલ પડતાં ૧૨ ના મોત મામલે કારખાનના ત્રણ માલિક, બે સંચાલક અને ત્રણ સુપર વાઇઝર સામે ગુનો નોંધાયો


SHARE

















હળવદમાં દીવાલ પડતાં ૧૨ ના મોત મામલે કારખાનના ત્રણ માલિક, બે સંચાલક અને ત્રણ સુપર વાઇઝર સામે ગુનો નોંધાયો

હળવદમાં દીવાલ ધરાશાયી થવાથી એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ ૧૨  લોકોના મૃત્યુ નિપજ્યા હતા જે બનાવમાં ૧૮ વર્ષથી નીચેની ઉમંરના સગીર વયના બાળકોને કામે રાખવામા આવ્યા હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની જુદીજુદી કલમ હેઠળ કારખાનાના ત્રણ માલિક, બે સંચાલક અને ત્રણ સુપર વાઇઝર સામે ફરિયાદ નોંધાઈ છે જેથી કરીને પોલીસે ગંભીર બેદરકારી રાખનારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ જી.આઇ.ડી.સી.માં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં તા ૧૮ ના રોજ બપોરે એક દીવાલ તૂટી પડી હતી જેથી કરીને બાળક, મહિલા અને પુરુષો મળીને કુલ ૧૨ લોકોના મોત નિપજ્યાં હતા જે બનાવમાં મુળ સુવઇ ગામના રહેવાસી અને હાલમાં હળવદ જી.આઇ.ડી.સી. પાસે રહેતા રાજેશભાઇ ઉર્ફે લખુ રમેશભાઇ પિરાણા જાતે કોળી (૨૩) ની ફરિયાદ લઈને પોલીસે અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા રહે. હળવદ(માલીક), રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન રહે. જયપુર રાજસ્થાન(માલીક), કિશનરામ લાલારામ ચૌધરી રહે. જયપુર રાજસ્થાન(માલીક), દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા રહે. હળવદ (સંચાલક), આત્મારામ કિશનરામ ચૌધરી રહે. હાલ ગિરનારીનગર હળવદ મૂળ રહે.જયપુર વૈશાલીનગર રાજસ્થાન (સંચાલક), સંજયભાઇ ચુનીલાલ ખત્રી રહે. હળવદ (સુપરવાઇઝર), મનોજભાઇ રેવાભાઇ સનુરા રહે. હળવદ(સુપરવાઇઝર), આસીફભાઇ નુરાભાઇ રહે. હળવદ(સુપરવાઇઝર) તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ સામે ગુનો નોંધવામાં આવેલા છે

જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સાગર કેમ એન્ડ ફુડ નામના મીઠાના કારખાનામાં આરોપીઓ જાણતા હોવા છતા પોતાના માલીકીના કારખાનામાં જુનો સેડ બનાવેલ હોય તેના ભોયતળીયા પર સીધીજ સીમેન્ટના બેલાની દીવાલ ચણેલ હતી જે દિવાલ બનાવવા માટે કોઇ પ્રકારનો પાયો કે બીમ, કોલમ ભરેલ ન હતા અને પાયા વગરની દીવાલ ઉભી કરેલ હતી જે દીવાલની ઉંચાઇ તથા લંબાઇ વધુ હોય જે દીવાલ નબળી હોવા છતા દીવાલની બાજુમાં મીઠુ ભરેલ પ્લાસ્ટીકની બોરીઓ ઉપરા-છાપરી રાખવામા આવી હતી અને દીવાલની ઉંચાઇ કરતા વધુ ઉંચાઇ સુધી તે ગોઠવી હતી અને બીજી મીઠાની બોરીઓ નાખવાનુ કામ ચાલુ રાખેલ હતું જેના કારણે બોરીઓનો એક બીજાને ધકા લાગવાથી દીવાલ ઉપર દબાણ આવવાના કારણે દીવાલ પડતા કારખાનામાં કામ કરતા શ્રમીકો જેમા નવ પુખ્ત શ્રમિકો તથા તેની સાથેનુ એક બાળક તથા મરણ જનાર તરુણ શ્રમિક બેનુ મ્રુત્યુ નિપજાવી અન્ય શ્રમિક તથા તરુણ શ્રમિકને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા આમ આરોપીઓએ બેદરકારી તથા નિષ્કાળજી રાખીને ૧૨ લોકોના મોત નિપજાવી ૧૮ વર્ષથી નીચેની ઉમંરના સગીર વયના બે બાળક અને બાળકીને કામે રાખ્યા હતા જેથી પોલીસે હાલમાં ઇ.પી.કો કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન-૧૯૮૬) (સને-૨૦૧૬માં સુધારા અનુસાર) ની કલમ ૩એ, ૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News