મોરબીના રિલિફનગરમાં યુદ્ધે ચડેલા ખુટીયા ધડાકાભેર અથડાતાં વીજપોલ તૂટી પડ્યો
SHARE









મોરબીના રિલિફનગરમાં યુદ્ધે ચડેલા ખુટીયા ધડાકાભેર અથડાતાં વીજપોલ તૂટી પડ્યો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ રિલિફનગરમાં રાત્રિના સમયે બે ખુટીયા યુદ્ધે ચડ્યા હતા અને ત્યારે ઝઘડતા ઝઘડતા તે વિજપોલ સાથે અથડાયા હતા જેથી કરીને વીજપોલ ધડાકાભેર તૂટીને જમીન ઉપર પડ્યો હતો જોકે સદ્નસીબે રાત્રિના સમય દરમિયાન આ ઘટના બની હોવાથી રસ્તા ઉપર કોઇ રાહદારી કે બાળક ન હતું જેથી કરીને મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે પરંતુ જો કોઇ રાહદારી કે બાળક આ વીજપોલ તૂટી પડ્યો તેની નીચે દટાઈ જવાથી ઇજા પામે અથવા તો મૃત્યુ પામે તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે મોરબી શહેરનાં સામાકાંઠા વિસ્તાર સહિત શહેરના જુદાજુદા વિસ્તારોની અંદર આજની તારીખે પણ અસંખ્ય રઝડતા ઢોર આંટા મારી રહ્યા છે અને અવારનવાર યુદ્ધે ચડતા હોવાથી જે તે વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ થઇ જતો હોય છે અને લોકો પોતાના ઘરમાં ઘૂસી જતા હોય છે અને રસ્તા ઉપર ઝઘડતા ખુટીયા લોકોના વાહનો અને મિલકતોમાં નુકસાન કરે છે અને અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે જેથી આગામી સમયમાં આવા ખુટીયા કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન લે તે માટે થઈને શેરી ગલી સહિતના વિસ્તારોમાં રખડતા ખુટીયાને વહેલી તકે પકડવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે
