હળવદ સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ખુટિયો ધુસી ગયો !
SHARE









હળવદ સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ખુટિયો ધુસી ગયો !
(હરેશભાઈ પરમાર દ્વારા) હળવદ તાલુકાના ટીકર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલાવવાની દવાઓનો જથ્થો હળવદ સરકારી હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવ્યો હતો ત્યાં શુક્રવારે સાંજે હોસ્પિટલથી પર જતાં સ્ટાફના માણસો રૂમનો દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા જેથી કરીને એક રજડતો ખુટિયો તે રૂમમાં ઘૂસી ગયો હતો અને દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો હતો જેથી હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી અને બે કલાકની મહેનત બાદ તેને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ આ રૂમમાં મૂકવામાં આવેલ દવાઓ રમણભમણ કરી નાખી હતી ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સવાલ છે
