મોરબીના રિલિફનગરમાં યુદ્ધે ચડેલા ખુટીયા ધડાકાભેર અથડાતાં વીજપોલ તૂટી પડ્યો
હળવદના ચરાડવા ગામે વાડીમાંથી ૬૯ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
SHARE









હળવદના ચરાડવા ગામે વાડીમાંથી ૬૯ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમ આવેલ વાડીમાં દારૂ હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીમાંથી વિદેશીદારૂની ૬૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી હાજર ન હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબી એલ.સી.બી.ના દશરથસિંહ પરમાર તથા ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે પોલીસે હળવદ તાલુકાનાં ચરાડવાથી જીકયારી જવાના કાચા રસ્તે શશીકાંતભાઇ મુળજીભાઇ સતવારા રહે. ચરાડવા વાળાની ગવટા વાળી વાડીની ઓરડીની બાજુમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી વિદેશીદારૂની ૬૯ અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી જુથી પોલીસે ૩૦,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી હાજર નહી મળી આવતા તેની સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી શશીકાંતભાઇ મુળજીભાઇ ચાવડા જાતે સતવારા રહે, ચરાડવા વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
