૩૮ કરોડની સિંચાઇ કેનાલ યોજનામાં માળીયા(મી) તાલુકાનાં કેટલા ગામનો પ્રશ્ન ઉકેલાશે ?: મંત્રીને અણીદાર સવાલ
SHARE









૩૮ કરોડની સિંચાઇ કેનાલ યોજનામાં માળીયા(મી) તાલુકાનાં કેટલા ગામનો પ્રશ્ન ઉકેલાશે ?: મંત્રીને અણીદાર સવાલ
થોડા દિવસો પહેલા સીએમની હાજરીમાં વવાણિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માળિયા વિસ્તારમાં ૩૮ કરોડની સિંચાઈની કેનાલ માટે બજેટમાં જોગવાઈ કરી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી જોકે, આ કેનાલનો લાભ કેટલા ગામોને અને કેટલી જમીનને મળશે તેની કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને મંત્રીને પત્ર લખીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ બજેટમાં કરવામાં આવેલ જોગવાઈની માહિતી માંગી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરીને ગત ૧૭/૫ ના રોજ વવાણિયા ખાતે સીએમની હાજરીમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં જાહેરાત કરવામાં આવેલ છે કે, સરકારે બજેટમાં માળિયા(મી.) તાલુકામાં કેનાલ દ્વારા પાણી આપવા માટે ૩૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેથી કરીને આ ૩૮ કરોડના કામથી કયા વિસ્તારમાં તેમજ કયા-કયા ગામોને કેનાલોનો લાભ મળશે તેની વિગતો બજેટમાં કરેલ જોગવાઈઓના પ્રૂફ સાથે માંગવામાં આવેલ છે
વધુમાં તેને જણાવ્યુ છે કે, ૧૫૦૦ હેકટર જમીનને કેનાલથી સિંચાઈની સુવિધા આપવામાં આવશે અને આ કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે આ વિસ્તારના ખેડૂતોની માંગણી બાવન ગામોને કેનાલ દ્વારા પાણી આપવામાં આવે તેવી હતી. જેના અંતર્ગત પચાસ હજાર હેક્ટર જમીનને તે સુવિધાનો લાભ પ્રાપ્ત થવાનો હતો. તેની સામે ફક્ત ૧૫૦૦ હેકટર માટે જ સુવિધા અને તે પણ પાંચ વર્ષમાં આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે તો બાકીના ૪૮૫૦૦ હેક્ટર જમીન માટે શું ? અને ક્યારે તેઓને ન્યાય મળશે તેવો સવાલ કરેલ છે નર્મદા યોજનામાં પહેલા સમાવેશ કરવા આવેલ જમીન માંહેથી લાખ હેક્ટર જમીન અનકમાન્ડ થયેલ છે. તેની સામે કચ્છ તેમજ સાબરકાંઠા અને બનાસકાઠાના ખેડૂતો તેમજ આગેવાનોનો આ વધારાનું પાણી તેઓને મળે તે માટે કાર્યરત છે. ત્યારે આ મુદ્દે મંત્રી કેમ નિષ્ક્રિય છે ? શું આ વિસ્તારના ખેડૂતો માટે પાણી લાવવામાં મંત્રીને રસ નથી ? તેવો પણ સવાલ કરેલ છે
