મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો
SHARE









મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલી યુવતીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા હાલમાં તાલુકા પોલીસે અપહરણના બનાવની નોંધ કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મેહુલ ઉર્ફે મેરૂ ગોરધનભાઈ જોગડીયા જાતે કોળી રહે.રાજપર તા.જી.મોરબી નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ ઉપરથી તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ મેહુલ કોળી વિરુધ્ધ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના ઘૂંટુ ગામે રહેતા બીપીનભાઈ ઘનશ્યામભાઈ રામાવત નામના ૪૦ વર્ષીય યુવાનને ઘુંટુ ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નવઘણ અમરશીભાઈ લાકડીયા જાતે સલાટ (૨૦) અને લક્ષ્મણ અમરશીભાઈ સલાટ (૨૧) નામના બે ભાઈઓને મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓને તેમના કુટુંબી નાથાભાઈ અને લાલાભાઇ દ્વારા ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. બનાવ અંગે નોંધ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
