વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર ત્રણ પિતા-પુત્રોની ધરપકડ


SHARE

















મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર ત્રણ પિતા-પુત્રોની ધરપકડ

મોરબીના ઉંચી માંડલ ગામ પાસેના પનારા સિરામિક નામના યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ પિતા-પુત્રોએ એકસંપ કરીને પરપ્રાંતીય મજૂર દંપતિ ઉપર હુમલો કર્યો હતો અને પરપ્રાંતિય મજુર યુવાનના પેટના ભાગે છરી ઝીંકી દેવામાં આવી હતી માટે તેને રાજકોટ ખસેડાયો હતો. આ બનાવમાં યુવાનના બનેવી દ્વારા ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ પિતા-પુત્રોની ધરપકડ કરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસ મથકે શુભમ નારાયણ સોલંકી (૨૨)  રહે.આર્ટ ટાઇલ્સ લેબર કવાટર પાવડીયારી કેનાલ રોડ જેતપર રોડ મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે મોરબીના રહેવાસી કરીમભાઈ અને તેના દીકરા ઇરફાન તેમજ સમીર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તેના સાળા અરેન્દ્રસિંગ મનોહરસિંગ પોરવાલ (૨૨) અને સાળી દિપાંજલી મોરબીના ઉંચીમાંડલ પાસેના પનારા સીરામીકમાં રહે છે અને ત્યાં અરેન્દ્રસિંહ સોર્ટિંગ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. તેના સાળા અરેન્દ્રસિંહ મનોહરસિંહ પોરવાલ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

આ બનાવમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમની સાળી દિપાંજલીએ ફોન કરીને જણાવ્યું હતું કે યુનિટમાંમા સાથે સોર્ટીંગ સુપરવાઇઝર તરીકે કામ કરતાં કરીમભાઈએ તેણીની પાસે તેણીનો ફોન નંબર માગ્યો હતો પણ તેણીએ પોતાનો ફોન નંબર આપ્યો ન હતો.તે વાતને લઈને તેણે પોતાના પતિ અરેન્દ્રસિંહને આ બાબતની વાત કરી હતી ત્યારે તેણીના પતિએ કરીમભાઈ સાથે આ બાબતે વાત કરતાં કરીમભાઈ કહ્યુ હતુ કે હું બીજી મજુર મહિલા પાસે ફોન નંબર માંગતો હતો ત્યારે તારા પત્નીને થયેલ કે હું તેની પાસે નંબર માગું છું અને તે વાતનું ત્યાં સમાધાન થઈ ગયું હતું. અને બાદમાં અરેન્દ્રસિંહ અને દિપાંજલી ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે કરીમભાઈનો પુત્ર ઈરફાન તેમની પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કેમ મારા પિતા કરીમભાઇની સાથે બોલાચાલી કરતા હતા..? અને ગાળો દેવા લાગેલ ત્યારે તેને ગાળો દેવાની ના પાડી હતી ત્યારે કરીમભાઈ અને સમીર પણ ત્યાં આવી ગયા હતા. ત્યારે કરીમભાઈના હાથમાં રહેલ લાકડાની પટ્ટી વડે અરેન્દ્રને માર માર્યો હતો અને ઈરફાને અરેન્દ્રસિંહ પોરવાલને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જે ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા કરીમભાઈ ઉદેદાનભાઇ બ્લોચ જાતે મકરાણી (૪૫), ઈરફાન કરીમભાઈ બ્લોચ જાતે મકરાણી (૨૪) અને શબ્બીર કરીમભાઈ બ્લોચ જાતે મકરાણી (૧૯) હાલ રહે. બોરીચાવાસ લીલાપર રોડ જેલ ચોક સામે મોરબી મૂળ રહે.જીવાપર તા.વીસાવદર જી.જુનાગઢની ઉપરોકત ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઈજા

કચ્છ ભચાઉના રહેવાસી પ્રદીપભાઈ કાંતિભાઈ સુથાર નામના ૩૩ વર્ષીય યુવાનને અમદાવાદમાં ગીતામંદિરથી સરખેજ જતા સમયે રસ્તામાં રિક્ષા પલ્ટી મારી જતાં બનેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો




Latest News