મોરબીના સ્કાયમોલમાં દર્શકો સાથે જયેશભાઇ જોરદારનો ખાસ શો નિહાળતા દેવ પગલી
મોરબીના નાનીવાવડી ગામની શાળાના શિક્ષક અશોકભાઈને પાટીદાર રત્નોને એવોર્ડ એનાયત
SHARE









મોરબીના નાનીવાવડી ગામની શાળાના શિક્ષક અશોકભાઈને પાટીદાર રત્નોને એવોર્ડ એનાયત
સમગ્ર ગુજરાત પાટીદાર રત્ન સન્માન સમારોહ-૨૦૨૨નું આયોજન નમસ્કાર ગુજરાતના સહયોગથી અને ડૉ.કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ હાથીજણ ખાતે આવેલ સ્વામીનારાયણ વિદ્યાધામમાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું પ્રદાન કરી પોતાની વિશેષ ઓળખ ઊભી કરનાર ૧૪૩ પાટીદાર રત્નોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ત્યારે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે નવીન કાર્ય કરનાર સમગ્ર ગુજરાતમાંથી ૧૯ જેટલા પાટીદાર શિક્ષક ભાઇઑ અને બહેનોને પણ આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં. જેમાં મોરબી જિલ્લામાં આવેલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઈનોવેટીવ શિક્ષક અશોકભાઈ કાંજીયાની પસંદગી થતા તેમને સ્વામિનારાયણ વિદ્યાધામ-હાથીજણના સંસ્થાપક શ્રીજી સ્વામી તથા ગૌભક્ત કાલીદાસજી બાપુ (આનંદાશ્રમ) ના હસ્તે પાટીદાર રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો આ એવોર્ડ મળતા અશોકભાઈ કાંજીયાએ પોતાનું ગામ, શાળા તથા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. જે બદલ તેમને સમગ્ર શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લા પાટીદાર પરિવાર તરફથી અભિનંદન મળી રહ્યા છે
