મોરબીના નાનીવાવડી ગામની શાળાના શિક્ષક અશોકભાઈને પાટીદાર રત્નોને એવોર્ડ એનાયત
નવલખી બંદરે ખોટા ગેટ પાસનો ઉપયોગ કરીને ૩.૧૫ લાખના કોલસાની છેતરપીંડી: બે સામે ફરિયાદ
SHARE









નવલખી બંદરે ખોટા ગેટ પાસનો ઉપયોગ કરીને ૩.૧૫ લાખના કોલસાની છેતરપીંડી: બે સામે ફરિયાદ
મોરબીના નવલખી બંદરે આવતા કોલસમાંથી કોલસાના જથ્થાની ચોરી કરવામાં આવે અથવા તો છેતરપિંડી કરવામાં આવે તેવી અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં વધુ એક વખત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ છે જેમાં શ્રીજી કંપનીએ મંગાવેલ કોલસામાંથી ૩૫ ટન કોલસો ટ્રકમાં ભરીને નવલખી બંદરે ગેટપાસ ખોટો હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી કરીને ૩.૧૫ લાખની છેતરપીંડી કરી હોવાની બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવ્યા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગરના વિજયનગર જકાતનાકા પાસે રહેતા અને હાલ મોટા દહીસરા ધર્મેન્દ્રભાઇના મકાનમા રહેતા અનીલભાઇ વશરામભાઇ સવાણી જાતે રાજગોર બ્રામણ (૨૬)એ ટ્રક નં. જીજે ૩૬ ટી ૫૧૯૧ ના ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ રહે. ઇમલીયા તાલુકો ભીંડ (મધ્યપ્રદેશ) હાલ મોરબી તથા રાજભાઇ પટેલ રહે. મોરબી વાળાની સામે માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૨૧/૦૫/૨૦૨૨ ના આઠેક વાગ્યાના અરસામાં નવલખી પોર્ટ પર આઉટ ગેટ ઉપર આરોપીઓ ટ્રક નંબર જીજે ૨ એક્સ એક્સ ૩૦૨૩ વાળી ગાડીનો આઉટ ગેટપાસ હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે આઉટ ગેટ પાસ જમા કરાવેલ માટે આઉટ ગેટપાસ મેળવીને ટ્રક નં- જીજે ૩૬ ટી ૫૧૯૧ વાળી ગાડીમાં કોલસો ભરી લઇ જતાં હતા જેથી અગાઉથી ગુનાહીત કાવતરુ રચી આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક નં- જીજે ૩૬ ટી ૫૧૯૧ માટે ગેટપાસ ખોટો હોવાનુ જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ૩૫ ટન કોલસો ભરીને ૩,૧૫,૦૦૦ નો કોલસો છેતરપીંડી કરીને મેળવી લીધો હતો જેથી કરીને હાલમાં શ્રીજી કંપનીના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૭૧, ૪૨૦, ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
