નવલખી બંદરે ખોટા ગેટ પાસનો ઉપયોગ કરીને ૩.૧૫ લાખના કોલસાની છેતરપીંડી: બે સામે ફરિયાદ
મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ : પાંચ જુગારી પકડાયા
SHARE









મોરબી અને વાંકાનેરમાં જુગારની બે રેડ : પાંચ જુગારી પકડાયા
મોરબી શહેર અને વાંકાનેરમાં જુદી-જુદી જુગારની બે જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૪૮૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાંકાનેરમાં આવેલ દોશી હોસ્પિટલ પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર રમણીકભાઈ જીવાભાઈ ગેલડીયા જાતે કોળી (૩૭) અને રાજેશભાઈ હેમુભાઈ સરવૈયા જાતે કોળી (૩૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૩૩૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ભુપતભાઈ નાગજીભાઈ વિકાણી (૩૨), પ્પપી નાગજીભાઈ વિકાણી (૩૩) અને જગદીશભાઈ હેમાભાઈ પરમાર (૨૪) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
