વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર તાલુકમાં દારૂની છ રેડ: ૬૬ બોટલ દારૂ ઝડપાયો


SHARE

















મોરબી અને વાંકાનેર તાલુકમાં દારૂની છ રેડ: ૬૬ બોટલ દારૂ ઝડપાયો

મોરબી અને વાંકાનેર તાલુકમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવી દીધી હતી અને દારૂની જુદીજુદી છ રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે કુલ મળીને ૬૬ બોટલ દારૂ કબજે કરેલ છે અને આરોપીઓને પકડીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેની પાસે કયાથી આવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબીના વજેપર શેરી નંબર ૧૫ માં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આવેલ ઓરડીમાંથી ૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા ૧૨ હજાર રૂપીયાની કિંમતના દારૂના જથ્થા સાથે વિકીભાઈ મહેશભાઇ શાહ જાતે વાણીયા (૨૨) રહે વાઘપરા શેરી નંબર -૨ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાલમાં એજાજભાઇ ઉર્ફે ઠાકુર દાઉદભાઇ ચાનીયા રહે. કબીર ટેકરી શેરી નં- ૨ મોરબી અને અવેશભાઇ અયુબભાઇ કાસમાણી રહે. કબીર ટેકરી શેરી નં-૩ મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે પણ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ


વાંકાનેર તાલુકાની હદમાં આવતા સરતાનપર રોડ ઉપરથી પસાર થઇ રહેલ શખ્સને રોકીને પોલીસ ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે સુરેશભાઇ વશરામભાઇ કુનતીયા જાતે કોળી (રર) રહે. વરડુસર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે.

૧૨ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર ગૌશાળા પાસે પોલીસે દારુની રેડ કરી હતી ત્યારે ત્યાથી દશરથભાઈ ગોરધનભાઈ સરાવાડીયા જાતે કોળી (૨૩) રહે. માટેલ વાળાના કબજા ભોગવટામાંથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે દશરથભાઈ ગોરધનભાઈની ધરપકડ કરેલ છે.

૭ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના જામસર ગામથી વરડુસર ગામ તરફ જવાના રસ્તા ઉપર શરમારીયા દાદાના મંદિર પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૧૩ એજી ૧૬૨૪ ને રોકીને પોલીસે ચેક કરતાં તે બાઈક ચાલક પાસેથી દારૂની ૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૬૨૫ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૧૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૧૭૬૨૫ રૂપિયાના મુદ્દામાલ સાથે વિક્રમભાઈ ગગજીભાઈ અઘારા જાતે કોળી (૨૭) રહે. રામપર જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે.

બે બોટલ દારૂ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસેથી એકટીવા નંબર જીજે ૩૬ એમ ૪૮૧૦ પસાર થઈ રહ્યું હતું તેને રોકીને પોલીસ ચેક કરતાં એકટીવામાંથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને ૩૨ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સાથે દિનેશ જેમલભાઈ નાગર જાતે રબારી (૪૨) રહે. કુબેર નગર શેરી નંબર-૩ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

બે બોટલ દારૂ

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી ઉમા રેસ્ટોરન્ટ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં બાઇક નંબર જીજે ૩૬ એચ ૫૧૬૨ ને રોકીન પોલીસે ચેક કરતા તે બાઈક ચાલક પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૦૪૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ ૧૧૦૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે લાલજીભાઈ ઉર્ફે રતન હીરાભાઈ સાવધાર જાતે રબારી (૨૨) રહે. લીલાપર રોડ ન્યુ વરિયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

માળીયામીયાણા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે રોડ પરથી પસાર થઇ રહેલ સ્કૂટર નંબર જીજે ૩૬ કયું ૪૭૬૦ જતું હતું તેને પોલીસે ચેક કરતાં સ્કૂટર લઈને જઈ રહેલી મહિલા પાસેથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ૩૦,૦૦૦ રૂપિયાની કિંમત વાહન આમ કુલ મળીને ૩૨,૦૦૦ ના મુદામાલ સાથે રુકસાનાબેન સિકંદરભાઈ પઠાણ જાતે મુસલમાન (૩૫) રહે.વીસીપરા મફતીયુપરુ મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેને આ દારૂનો જથ્થો મુસ્તાક મિયાણાં રહે. વીસીપરા મોરબી વાળાએ ભરી આપેલ હોવાની સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

યુવાનનું મોત


મોરબી નજીકના ગાળા ગામની સીમમાં આવેલ રોટો સિરામિક નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ગોપીકુમાર વ્રજ કિશોર ધર્મપલ (ઉંમર ૧૮) લેબર કવાર્ટરમાં હતો ત્યારે તેનું ત્યાં મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિશુપાલ પ્રદીપકુમાર લઈને આવેલ હતો અને ત્યારબાદ ડોક્ટરે જોઈ તપાસીને ગોપીકુમારને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું મૃત્યુ બીમારી સબબ થયું હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News