મોરબી અને વાંકાનેર તાલુકમાં દારૂની છ રેડ: ૬૬ બોટલ દારૂ ઝડપાયો
હળવદ તાલુકામાં બહેનના પ્રેમીની નિંદ્રાધીન અવસ્થામાં નિર્મમ હત્યા કરનાર આરોપી પોલીસની હાથવેંતમાં
SHARE









હળવદ તાલુકામાં બહેનના પ્રેમીની નિંદ્રાધીન અવસ્થામાં નિર્મમ હત્યા કરનાર આરોપી પોલીસની હાથવેંતમાં
હળવદના ઘણાદ ગામે યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં છે જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ એક શખ્સની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપી પોલીસની હાથ વેંતમાં હોવાનું જાણવા મળેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ જીંજરીયા જાતે કોળી (૨૪) નામના યુવાનની તેની વાડીએ હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ જીજરીયા (૨૩)એ તેના જ કૌટુંબિક મામાના દીકરા હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળી રહે. કવાડીયા તાલુકો હળવદ વાળાની સામે નામ જોગ અને તપાસમાં સામે આવે તે તમામની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કૌટુંબિક મામા ભરતભાઇ કોળીની દીકરી સાથે મૃતક રાજુભાઇ નાગરભાઇને પ્રેમસંબધ હતો જે બાબતનો ખાર રાખીને આરોપીએ રાજુભાઇ પોતાની વાડીએ સુતા હતા ત્યારે ત્યા આવીને હથીયારો વડે માથામા મારીને તેની હત્યા કરી હતી જેથી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપી હાથવેંતમા હોવાનુ સામે આવ્યું છે
યુવાનનું મોત
મોરબીના ઘુંટુ ગામ નજીક સિરામીક ફેકટરીમાં શેડ ઉપર કામ ચાલુ હતું ત્યારે કામ કરતાં નરેશભાઈ અમરશીભાઈ વિરપડીયા (૪૫) રહે. ઘુંટુ વાળો અકસ્માતે શેડ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જીલ્લામાં વેકસીન
મોરબી જિલ્લોમાં લોકોને વહેલી તકે વેક્સિન મુકાઇ તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ગઇકાલે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ, બીજો ડોઝ અને પ્રેકોશન ડોઝ આપવા માટેની કામગીરી થઈ ગઈ છે. ત્યારે ૨૦૩ સેન્ટર ઉપર કુલ મળીને ૧૬૦૪૮ લોકોને કોરોના વેક્સિન મૂકવામાં આવી છે
