વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં નણંદને માર મારનાર રિસમાણે બેઠેલ ભાભી અને તેના પિતાની ધરપકડ


SHARE

















મોરબીના રવાપરમાં નણંદને માર મારનાર રિસમાણે બેઠેલ ભાભી અને તેના પિતાની ધરપકડ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં રિસમાણે બેઠેલ ભાભી તેના ઘરેણાં અને દીકરાના જન્મનું પ્રમાણ પત્ર લેવા માટે આવી હતી ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના વડીલો ત્યાં હાજર હતા ત્યારે નણંદને વચ્ચે બોલવાની ના કહીને ભાભી અને તેના માતા-પિતા સહિતના લોકોએ માર માર્યો હતો જેથી મહિલાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રિસમાણે બેઠેલ ભાભી અને તેના પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરીટાવર બ્લોક નં. બી/૦૩ યદુનંદન-૪ માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા જાતે પટેલ (ઉ.૪૦)એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ રહે. બધા માણાવદર જિલ્લો જુનાગઢ તેમજ તેમની સાથેના અજાણ્યા પાચ માણસોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના ભાઇ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ છે અને તેના ભાભી હાલે જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે જે ભાભી તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનુ જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના લોકો હાજર હતા ત્યારે ફરિયાદીના ભાઈના સાસુ રેખાબેન, સસરા ધીરજલાલ, ભાભી ભાવીકાબેન તથા તેમની સાથેના અજાણ્યા પાચ માણસોએ ફરિયાદીને તમારે કાંઇ બોલવાનું થતુ નથી તેમ કહી ગેરશબ્દો બોલી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ છુટા હાથે માર માર્યો હતો અને ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઇજા કરી હતી અને ત્યારે ફરિયાદી બહેનના પિતરાઇ ભાભી રાધિકાબેન ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ છુટા હાથે માર માર્યો હતો જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા (નિવૃત) (૬૫) અને ભાવીકાબેન નલીનભાઇ આઘારા (શિક્ષિકા) (૩૬) રહે. બસ સ્ટેશન પાછળ એસબીઆઈ રોડ, માણાવદર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

યુવાને જાતે છરી મારતા રાજકોટ ખસેડાયો

માળીયા મિંયાણા તાલુકાના નવાગામ વિસ્તારમાં રહેતા મોહસીન મોહમ્મદ જેડા નામના એકવીસ વર્ષીય યુવાને પોતાના ડાબા હાથના ભાગે જાતે જ છરી વડે ઈજાઓ પહોંચાડી હોય તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબી તાલુકાના કોઇલી ગામે પ્રાથમિક શાળા પાસેથી સાયકલ લઇને ખાનપર તરફની રસ્તે જતાં સમયે સાયકલની આડે કૂતરૂ ઉતરતા સાયકલમાંથી પડી ગયેલ પરેશ કનુભાઈ રાણવા નામના ૧૪ વર્ષના બાળકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર નજીક આવેલ એલવી સિરામિકમાં કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવતા ગોકુલસિંહ શ્યામસિંહ સેવક (૨૩) નામના યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ ગાંધીધામના રહેવાસી સુનિલ કૈલાશભાઈ બાબુભાઈ કોળી નામના ૨૭ વર્ષીય યુવાનને મોરબીના વીસીપરામાં તેના સાળાના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રસ્તે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આરતીબેન ભરતભાઈ દેવીપુજક નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘેર તેના પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.




Latest News