હળવદ તાલુકાના કડિયાણા ગામે રામજી મંદિર ખાતે અખંડ રામધૂન યોજાઇ
મોરબીની જી.જે.શેઠ કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય ઉનાળુ ઇન્ડકશન કેમ્પ યોજાયો
SHARE









મોરબીની જી.જે.શેઠ કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય ઉનાળુ ઇન્ડકશન કેમ્પ યોજાયો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેકનીકલ વિધાશાખાના વિધાર્થીઓની જેમ જ નોન-ટેકનીકલ વિધાશાખા આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિધાર્થીઓ પણ પોતાના ઇનોવેટીવ વિચારો ઇનોવેટીવ વે થી શો-કેસ કરી શકે અને જેના દ્વારા સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપમા રુચિ વધે તેવા શુભ આશયથી શરુ કરવામા આવેલ ઇનોવેશન ક્લબ છે જે અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાના એક દિવસીય ઉનાળુ ઇન્ડકશન કેમ્પનુ આયોજન શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતે બુધવારના રોજ કરવામાં આવ્યું હતું આ કેમ્પમા મોરબી જીલ્લાની કુલ ૫ બિન-સરકારી અનુદાનિત કોલેજના કુલ ૨૪ વિધાર્થીઓ અને ૫ અધ્યાપકોએ ખુબ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એમ.નાગરાજન (IAS), અધિક ઉચ્ચ શિક્ષણ કમિશ્નર નારાયણ માધુ (GAS)ના માર્ગદર્શન અને તેમના સહયોગથી આ કેમ્પનુ સફળતાપુર્વક આયોજન કરવામા આવેલ હતુ.
આ કેમ્પમા કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી જીલ્લો રાજ્કોટના આચાર્યા ડો.નિલાબેન એસ. ઠાકર કે જેઓની મોરબી જીલ્લાની ઇનોવેશન ક્લબના ડીસ્ટ્રીકટ નોડલ ઓફિસર તરીકે નિયુકિત થેયેલ છે તેઓ, પડધરી કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.અશ્વિનકુમાર પરમાર,શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબીના આચાર્ય ડો.જી.એલ.ગરમોરા, સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ એસ.મહેતા તથા કારોબારી સભ્ય દેવાંગભાઇ દોશી ઉપસ્થિત રહ્યા હતા. ડીસ્ટ્રીકટ નોડેલ ઓફિસર ડો.નિલાબેન એસ.ઠાકર દ્વારા ઇનોવેશન ક્લબ અને ઇન્ડકશન કેમ્પ વિશે વિસ્તૃત માહીતી આપતા જણાવ્યુ કે ટેકનીકલ વિધાશાખાના વિધાર્થીઓની જેમ જ નોન-ટેકનીકલ વિધાશાખા આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિધાર્થીઓ પણ પોતાના ઇનોવેટીવ વિચારો ઇનોવેટીવ વે થી શો-કેસ કરી શકે જેના દ્વારા સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપમા રુચિ વધે તેવા આશયથી ઇનોવેશન ક્લબની રચના કરવામા આવી છે.
ઇનોવેશન ક્લબનો મુળભુત હેતુ જ “ ઇનોવેટીવ સોલ્યુશન ટુ લોકલ પ્રોબ્લેમ બાય લોકલ યુથ ઇન લોકલ લેંગ્વેજ” છે. વધુમા ઇનોવેશન ક્લબ એ કોઇ અભ્યાસક્રમ નથી પરંતુ એક પેડાગોજી છે જે કોઇપણ વિધાશાખામા લાગુ પાડી શકાય. અંતમા તમામ વિધાર્થીઓને ઇનોવેશન ક્લબની તમામ પ્રવ્રુતિમા ઉત્સાહપુર્વક ભાગ લઇ વધુને વધુ ઇનોવેશન ને લગતી પ્રવ્રુતિ કરે તે માટે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ છે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) ગાંધીનગરના માસ્ટર ટ્રેનર કુ.શોભા મહેતા દ્વારા ઇનોવેશન ક્લબ અંતર્ગતની બેજીક ઇલેક્ટ્રોનીક કીટ, મીકેનીકલ કીટ, એનર્જી ક્ન્ઝર્વેશન કીટ, વી.આર.ગ્લોબ કીટ, ટીલીસ્કોપ કીટ, મેકાટ્રોનીક કીટ, એડવાન્સ સાયન્સ કીટ, એડવાન્સ ઇલેકટ્રોનીક કીટ, એગ્રીટેક કીટ ડ્રોન કીટ વગેરે જેવી Advance Do-It-Yourself Kits ખુબ જ અસરકારક અને વિસ્તૃત રીતે ડેમોંન્સ્ટ્રેશન કરી કીટ્સ વિશે ઉંડાણપુર્વકની માહિતી આપવામા આવી જેથી વિધાર્થીઓ DIY Kits ના ઉપયોગ અંગે માહિતગાર થાય અંતમા કેમ્પ વિશેના પ્રતિભાવો મેળવી રાષ્ટ્રગાન સાથે કેમ્પનુ સફળતાપુર્વક સમાપન કરવામા આવ્યુ હતું
