મોરબીની જી.જે.શેઠ કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય ઉનાળુ ઇન્ડકશન કેમ્પ યોજાયો
મોરબીમાં અકસ્માત મૃત્યુના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE









મોરબીમાં અકસ્માત મૃત્યુના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં અકસ્માત મૃત્યુના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ કેસ કોર્ટમાં ચલી જતાં કોર્ટે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે
આ કેશની માહિતી આપતા વકીલ બી.બી. હડીયલે જણાવ્યુ હતું કે, આરોપી વિજય ઉર્ફે કાળુભાઇ બચુભાઇ રૂપાલા રહે. ખાનપર વાળાએ પોતાના હવાલા વાળી સી.એન.જી રીક્ષા પૂર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી રાજેશભાઇ ધરમશીભાઇ ઝીઝુવાડીયાના પિતાનું મોત નિપજાવ્યૂ હતું જેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસ મોરબીની ચિફ જ્યુ.મેજી.ફ. કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે અને આ કેસમાં વકીલ બી.બી. હડીયલ આરોપી તરફે રોકાયેલ હતા .
